GSTV
Life Relationship

બસ આ એક વસ્તુનું કરશો સેવન તો યૌનશક્તિમાં થશે વધારો, તરોતાજગીથી પાર્ટનરને આપી શકશો ડબલ રોમાંચ

આધુનિક સમયમાં લોકોની અનિયમિત અને ભાગદોડભરી જીંદગીમાં તણાવ સામાન્ય વાત છે. ક્યારેક કામનું ભારણ તો પારિવારિક સમસ્યાઓ તણાવનું કારણ બની શકે છે. આ તણાવને લીધે કેટલાય પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આ તણાવ આગળ અવસાદનો રૂપ લઇ શકે છે. તણાવને પગલે પુરુષોની શારીરિક ઈચ્છાઓને પણ અસરકરે છે. જેને પગલે લગ્ન જીવનમાં પણ ભંગાણ આવતા હોય છે. યૌન ઈચ્છા વધારતી ઔષધિના સેવનની સલાહ ડોક્ટરો આપતા હોય છે.

તણાવ માણસને બનાવી દે છે નિરસ

યૌન શક્તિ વધારવા માટે આયુર્વેદમાં અશ્વગંધા ખાવાની સલાહ આપવામાં આવી છે. અશ્વગંધા પૌરુષત્ત્વ વધારવામાં મદદરૂપ બને છે. યૌન ઈચ્છાને શ્રેષ્ઠ બનાવે છે. અશ્વગંધા ખાવાથી પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં વધારો થાય છે. ઉંમર વધવાની સાથે જ પુરુષોમાં સેક્સ હોર્મોન ટેસ્ટોસ્ટેરોનનું સ્તર પણ ઘટવા લાગે છે. અશ્વગંધાનું સેવન ટેસ્ટોસ્ટેરોનના સ્તરને વધારવામાં મદદ કરે છે. અશ્વગંધાના સેવનથી શરીરમાં નાઇટ્રિક ઑક્સાઇડનું ઉપ્તાદન વધારે છે અને કામેચ્છા અને સંતુષ્ટિમાં વધારો થાય છે. પ્રાચીન સમયથી જ પુરુષો પોતાની કામેચ્છા વધારવા માટે અશ્વગંધાનું સેવન કરતા આવી રહ્યા છે.

તણાવ ઘટવાથી બ્લડ પ્રેશરની સમસ્યાઓ સુધારી શકાય

સેક્સ લાઇફ રોમાંચક થશે ઘણા આયુષ ચિકિત્સકો કમજોરી, આળસ અને તણાવ જેવી સમસ્યાઓમાં અશ્વગંધાનું સેવન કરવાની સલાહ આપે છે. આ આયુર્વેદિક ઔષધિના સાઇડઇફેક્ટ પણ નથી. યૌન ઈચ્છા વધારવા માટે અશ્વગંધાને ગરમ દૂધમા મધ સાથે ભેળવીને પીવું જોઇએ. હોર્મોન્સનું ઉત્પાદન સુધરવાને પગલે તણાવ ઘટવાથી બ્લડ પ્રેશરની સમસ્યાઓ સુધારી શકાય છે.

આ રોગોમાં છે ફાયદાકારક

અશ્વગંધા આપણા તણાવના સ્તરને ઘટાડે છે અને શરીરની ઉર્જાને વધારે છે. અશ્વગંધા એડ્રિનલ ગ્લેન્ડ્સને પણ મજબૂત બનાવે છે. અશ્વગંધામાં રહેલા એન્ટીઑક્સીડેન્ટ આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. આ ગ્લેન્ડ્સથી આપણા હોર્મોન્સનું ઉત્પાદન સુધરે થાય છે. અશ્વગંધા કેન્સર જેવી ખતરનાક બીમારીમાં પણ ફાયદાકારક હોય છે. આ કેન્સર સેલ્સને વધતાં રોકે છે. શરદી- ઉધરસ જેવી બીમારીઓથી બચી શકીએ છીએ.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ચૈત્ર નવરાત્રિના ઉપવાસમાં દિવસ દરમિયાન એનર્જી રહેશેઃ આ ટિપ્સ કરો ફોલો

Vishvesh Dave

પોષક તત્વોથી ભરપૂર છે મીઠો લીમડોઃ વાળની અનેક સમસ્યાઓ કરે છે દૂર, આ રીતે કરો ઉપયોગ

Vishvesh Dave

સામાન્ય શરદી-તાવથી અલગ છે સાઈનસઃ જાણો શું છે લક્ષણો અને ક્યારે કરવો ડોક્ટરનો સંપર્ક

Vishvesh Dave
GSTV