GSTV
ANDAR NI VAT Trending

અશોક ગેહલોત રાજસ્થાનમાં રીમોટ કંટ્રોલ મુખ્યમંત્રી મૂકવા માગે છેઃ મમતા ભૂપેશ માટે લોબિંગ

દિલ્હીમાં સોનિયા ગાંધી અને અશોક ગેહલોત વચ્ચે બેઠક યોજાઈ હતી. આ બેઠક બે કલાક જેટલી લાંબી ચાલી હતી. જેમાં સોનિયા ગાંધી ઉપરાંત કોંગ્રેસના સંગઠન મંત્રી કે. સી. વેણુગોપાલ પણ ઉપસ્થિત હતા. અશોક ગેહલોત કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા તૈયાર થઈ ગયા છે પરંતુ મુખ્યમંત્રી પદનો મોહ તેમનાથી છૂટી રહ્યો નથી. તેમણે પત્રકારો સાથેની વાતચીતમાં એવું કહ્યું કે હું એક સાથે ત્રણ પદ પણ સંભાળી શકું છું. જો કે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે ગાંધી પરિવારે ગેહલોતને સ્પષ્ટપણે સમજાવી દીધું છે કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી તેઓ મુખ્યમંત્રી રહી શકશે નહીં. સાથોસાથ નવા મુખ્યમંત્રીની પસંદગીમાં પણ તેમનો કોઈ રોલ રહેશે નહીં.

ગેહલોત

ગાંધી પરિવારના ઈશારે દિગ્વિજયસિંહે પણ એક ટીવી ચેનલને ઈન્ટરવ્યુમાં એવું કહ્યું કે ઉદયપુર નવસંકલ્પ શિબિરમાં એક નેતા એક પદનો સંકલ્પ કરવામાં આવ્યો હતો આથી અશોક ગેહલોત એક કરતાં વધુ પદ પર રહી શકે નહીં. જો તેઓ કોંગ્રેસ અધ્યક્ષ બને તો તેમણે રાજસ્થાનના મુખ્યમંત્રીનું પદ ખાલી કરવું પડે. અશોક ગેહલોતે તેમના વિશ્વાસુ ધારાસભ્યોને એવું કહ્યું છે કે જો તેઓ મુખ્યમંત્રી પદ છોડશે તો તેમના સ્થાને મમતા ભુપેશને મુખ્યમંત્રી બનાવવાના પ્રયાસ કરશે. ટૂંકમાં તેઓ કોઈ કાળે ઈચ્છતાં નથી કે સચિન પાયલટ રાજસ્થાનના મુખ્યમંત્રી બને.

READ ALSO:

Related posts

રાજસ્થાન / રાજકીય સંકટ વચ્ચે સીએમ ગેહલોત પહોચ્યા દિલ્હી, સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત

Hardik Hingu

Ekta Kapoor વિરૂદ્ધ જારી થયું અરેસ્ટ વૉરેન્ટ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

IND vs SA / આફ્રિકા સામે પ્રથમ ટી-20માં ભારતનો શાનદાર વિજય, મેન ઓફ ધ મેચ બન્યો આ ખેલાડી

Hardik Hingu
GSTV