GSTV
India News Trending Videos

કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી અશોક ગેહલોત સામે હશે નવા પડકાર

અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ બનશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે, જો તેઓ અધ્યક્ષ પદની ચૂંટણી જીતશે એ પછી પણ તેમને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. સૌથી પહેલાં તો તેમણે પોતાની જાતને સાબિત કરીને દેખાડવી પડશે. જાતને સાબિત કરવી એટલે કોંગ્રેસમાં બોસ કોણ છે તે સિદ્ધ કરવું. બિનગાંધી કોંગ્રેસ અધ્યક્ષ બનતાંની સાથે જ સત્તાના બે કેન્દ્રો ઊપસી આવવાનો ખતરો છે. સૌથી મોટો પડકાર તો આ જ હશે.

 કોંગ્રેસમાં અત્યારે અશોક ગેહલોતની સમકક્ષ જે નેતાઓ છે, તેઓ ગેહલોતનું નેતૃત્વ સ્વીકારશે કે જરાક વાંકુ પડે એટલે પગ પછાડતાં સોનિયા ગાંધીને મળવા જતાં રહેશે એ સૌથી મોટો પડકાર છે. અહીં અશોક ગેહલોતના કમાન્ડની પરીક્ષા થશે. તેઓ પોતાને જાદુગર કહે છે તો અહીં તેમની જાદુગરીની પૂરેપૂરી કસોટી થઈ જશે. બીજો પડકાર તેમના માટે પક્ષને બેઠો કરવાનો રહેશે. કોંગ્રેસ ભલે દેશનો સૌથી જૂનો પક્ષ હોય પરંતુ ટોચના નેતાઓની નિષ્ક્રિયતાને કારણે બધું પડીને પાદર થઈ ગયું છે.

સોનિયા

 આ બધું તેમને ફરીથી ઊભું કરવું પડશે. એ.સી. ચેમ્બરમાં બેઠા-બેઠા ટ્વીટ કરીને તે ઊભું નહીં કરી શકાય. તેના માટે ગામે-ગામ રઝળપાટ કરવો પડશે. આ બધું કરવાની સાથે તેમણે 2024ની લોકસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસને સન્માનજનક સ્કોર સુધી લઈ જવી પડશે. જો એમ નહીં કરી શકે તો મુખ્યમંત્રી પદ તો તેમના હાથમાંથી ગયું જ છે સાથોસાથ અધ્યક્ષ પદ પણ બે વર્ષ બાદ જતું રહેશે.

Also Read

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV