GSTV
India News Trending

અશોક ગેહલોતે રાજસ્થાનમાં તેમના અનુગામી તરીકે આ વ્યક્તિને પસંદ કર્યા, સીએમ બનાવવાની સોનિયા ગાંધીને કરી ભલામણ

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડી રહેલા નેતાઓને સલાહ આપતા રાહુલ ગાંધીએ ગુરુવારે ​​કહ્યું હતું કે તેઓએ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ માત્ર પદ નથી પરંતુ આસ્થાની પરંપરા અને વૈચારિક જવાબદારી છે. આ મુદ્દે વાતચીત કરતા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે જણાવ્યું હતું કે હું એક વ્યક્તિ એક પદની વાત પર કાયમ છું. આ મુદ્દે અમે ઉદયપુરમાં વચન આપ્યું હતું. હવે રાહુલ ગાંધીના નિવેદનથી સ્પષ્ટ છે કે કોંગ્રેસ અધ્યક્ષ બન્યા બાદ ગેહલોત માટે રાજસ્થાનના સીએમ પદ પર રહેવું મુશ્કેલ બનશે. દરમિયાન એવી ચર્ચા છે કે અશોક ગેહલોતે સીએમ તરીકે તેમના અનુગામીના નામની ભલામણ સોનિયા ગાંધીને કરી છે.

કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે બુધવારે સોનિયા ગાંધી સાથેની મુલાકાતમાં અશોક ગેહલોતે સીપી જોશીને તેમના પછી સીએમ બનાવવાનું સૂચન કર્યું છે. આ રીતે તે સચિન પાયલટનો પેંચ કાપવા માંગે છે. પાયલોટના સમર્થકોએ તેમને સીએમ બનાવવા માટે લોબિંગ શરૂ કર્યું છે. અશોક ગેહલોતને લાગે છે કે સીપી જોશીના માધ્યમથી તેઓ રાજસ્થાનમાં પોતાની પકડ જાળવી શકશે અને આગામી ચૂંટણીમાં તેમના વિશ્વાસુ નેતાઓને ટિકિટ પણ અપાવી શકશે. જો પાયલોટ સીએમ બને તો આવી સ્થિતિમાં અશોક ગેહલોત માટે આમ કરવું મુશ્કેલ બનશે. આ જ કારણ છે કે તેઓ હાઈકમાન્ડને સીપી જોશીના નામ પર આગળ વધવાનું સૂચન કરી રહ્યાં છે.

અશોક ગેહલોત અને સીપી જોશીના સંબંધો ઉતાર-ચઢાવથી ભરેલા રહ્યાં છે, પરંતુ બંને નેતાઓ 2020માં નજીક આવ્યા હતા. આ જૂન 2020ની વાત છે, જ્યારે સચિન પાયલટે બળવો કર્યો હતો અને 19 ધારાસભ્યો તેમની સાથે માનેસરમાં એકઠા થયા હતા. ત્યારબાદ વિધાનસભાના અધ્યક્ષ સીપી જોશીએ ધારાસભ્યોને ગેરલાયક ઠરાવવાની નોટિસ જારી કરી હતી. આ નેતાઓમાં સચિન પાયલટ પણ સામેલ હતા. ત્યારથી બંને નેતાઓ વચ્ચે સંબંધ સારા છે. આ ઉપરાંત અશોક ગેહલોતના પુત્ર વૈભવને રાજસ્થાન ક્રિકેટ બોર્ડમાં પ્રવેશ અપાવવામાં પણ સીપી જોશીની ભૂમિકા મહત્વની હતી.

પ્રશાંત

બ્રાહ્મણ સમુદાયમાંથી આવતા, સીપી જોશીનો જન્મ રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં થયો હતો. મનોવિજ્ઞાનમાં પીએચડી અને કાયદાની ડિગ્રી ધરાવતા સીપી જોશી જ્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મોહન લાલ સુખડિયાના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓ લેક્ચરર તરીકે કામ કરતા હતા. સુખડિયા દ્વારા તેમને ચૂંટણી પ્રચારની જવાબદારી સોંપવામાં આવી હતી. ચૂંટણીમાં તેમની જીત પછી, સુખડિયાએ તેમના પર દયા બતાવી અને તેમને વર્ષ 1980માં વિધાનસભાની ટિકિટ આપી હતી. 29 વર્ષની ઉંમરે જોશી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. આ પછી 2008માં, તેઓ રાજસ્થાન કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બન્યા હતા. રાજસ્થાન સરકારમાં મંત્રી સિવાય તેઓ યુપીએ સરકારમાં કેન્દ્રીય મંત્રી પણ હતા. હાલમાં તેઓ રાજસ્થાન વિધાનસભાના સ્પીકર છે.

Also Read

Related posts

લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

Drashti Joshi

સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ

Hina Vaja

જમ્મુમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ: આજે પહેલીવાર કપાટ ખુલશે

Padma Patel
GSTV