વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા બેઠકોનો દોર શરૂ થયો છે. થોડા દિવસ પહેલા ટી એસ સિંહદેવ અને મિલિન્દ દેવરા અમદાવાદ આવ્યા હતા અને ચૂંટણી લક્ષી બેઠક યોજાઇ હતી. ત્યારે હવે કોંગ્રેસના ગુજરાતના ઓબ્ઝર્વર અને રાજસ્થાનના મુખ્યમંત્રી એવા અશોક ગહેલો ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવવના છે. આ બેઠક દરમિયાન અશોક ગેહલોત કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરશે. તેઓ આગામી ચૂંટણી માટે નેતાઓને માર્ગદર્શન આપશે. સાથે જ નેતાઓ પાસેથી અભિપ્રાય મેળવશે.

ગુજરાત પ્રવાસની વાત કરીએ તો 16મીએ સુરત રાજકોટ, 17મીએ બરોડા, અમદાવાદ ખાતે બેઠક યોજશે. બેઠકો પૂર્ણ થયા બાદ 18મીએ અમદાવાદ ખાતે આવેલ પ્રદેશ કાર્યલય પર પ્રેસ કરશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને મોટી જવાબદારી સોંપવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અશોક ગેહલોતની મોટી જવાબદારી સોંપી છે. કોંગ્રેસે અશોક ગેહલોતના ગુજરાતના સિનિયર ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા કરશે. કોંગ્રેસને રાજ્યમાં ફરીથી કેવી રીતે બેઠી કરવી, ક્યા ઉમેદવારોને ટિકિટ આપવા જેવા વિવિધ મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ શકે છે.
જે રીતે ગુજરાતમાં કોંગ્રેસ તૂટી રહી છે. નેતાઓ કોંગ્રેસ છોડી જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસને ફરી કઈ રીતે બેઠી કરી શકાય તે અંગે ચર્ચા થશે. ચૂંટણી જીતવામાં ઉમેદવારની પસંદગી પણ ખૂબ અગત્યની છે. ત્યારે ઉમેદવારોને લઈ ચર્ચા થશે. આ વર્ષે કોંગ્રેસ શક્ય હોય તેટલા ઝડપી ઉમેદવારોની જાહેરાત કરવા માંગે છે. ઉમેદવારોની યાદી પણ તૈયાર કરવામાં આવે તેવી શકયતા સેવાઈ રહી છે.
READ ALSO
- BBL 2023 : મેલબોર્ન રેનેગેડ્સ અને પર્થ સ્કોચર્સ વચ્ચેની મેચ ખરાબ પિચના કારણે રદ્દ, જુઓ VIDEO
- PAK vs AUS : પાકિસ્તાનની ટીમ ડૉક્ટર વિના ઓસ્ટ્રેલિયા પહોંચી, અંડર-19 ટીમ પાસે મેનેજર નથી
- AMRELI / લગ્નમાં દાદા-દાદીની ખોટ વર્તાતા યુવકે બંનેની પ્રતિમા બનાવડાવી, પ્રસંગમાં સાક્ષાત હાજર રહ્યાં હોય એવું વાતાવરણ સર્જાયું
- બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન