GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

BIG NEWS: અશોક ગહેલોત સરકાર ગબડાવાનું ષડયંત્ર, ભાજપના બે નેતાઓની પૂછપરછ બાદ ધરપકડ

રાજસ્થાનમાં સીએમ અશોક ગહેલોતની સરકારને કથિત રૂપે પાડવાનાં કાવતરાનાં મામલામાં બીજેપીનાં નેતાઓનું નામ સામે આવ્યુ છે. રાજસ્થાન પોલિસે આ મામલે 2 બીજેપી નેતાઓની મોડી રાતે ધરપકડ કરી છે. પુછપરછ બાદ રાજસ્થાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ તેમની ધરપકડ કરી છે.

કૉલ રોકોર્ડિંગનાં આધારે એક્શન

રિપોર્ટ અનુસાર રાજસ્થાનમાં ધારાસભ્યોની ખરીદીનાં મામલામાં બ્યાવરના ભાજપના બે નેતાઓનું નામ સામે આવ્યું છે. આ નેતાઓનાં નામ છે ભરત માલાની અને અશોકસિંહ. તેઓની બ્યાવર ઉદેપુરથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. રાજસ્થાન SOG અનુસાર, માલાણીના કૉlલ રેકોર્ડિંગમાં બતાવવામાં આવ્યું હતું કે ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

BJP નેતા ભરત માલાણીની ધરપકડ

આ ખુલાસા બાદ એસઓજીએ ભરત માલાણીને કસ્ટડીમાં લીધા છે, બાદમાં તેની ધરપકડ કરવામાં આવી હતી. હાલ તેની પૂછપરછ જયપુરમાં કરવામાં આવી રહી છે. ભરત માલાણીએ રાજસ્થાન ભાજપમાં અનેક પદોની જવાબદારી સંભાળી ચૂક્યા છે.

જણાવી દઈએ કે, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે રાજસ્થાનમાં સરકારને પાડવાના પ્રયાસો માટે કેસ દાખલ કર્યો છે. એફઆઈઆર મુજબ, સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપને કેટલાક ફોન નંબરની રેકોર્ડિંગ દરમિયાન જાણ થઈ હતી કે અશોક ગેહલોત સરકારને પાડવાનું કાવતરું કરવામાં આવી રહ્યુ છે.

બીજેપી પર પૈસા આપીને ખરીદી કરવાનો આરોપ

એફઆરઆઈ અનુસાર એવી વાત ફેલાવામાં આવી રહી છે કે રાજસ્થાનમાં સીએમ અને ડેપ્યૂટી સીએમ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે. જેનો ફાયદો ઉઠાવી કેટલાક લોકો કોંગ્રેસના ધારાસભ્યો અને અપક્ષોને સાથે લઇને કોંગ્રેસની સરકાર ગબડાવવા માગે છે. ફરિયાદમાં આરોપ છેકે બીજેપીના નેતાઓ પૈસા આપીને ધારાસભ્યોને પોતાના તરફી કરવા માગે છે. રાજસ્થાનમાં સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ આ કેસમાં તપાસ કરી રહ્યું છે.

રાજસ્થાનમાં કોંગ્રેસના લગભગ બે ડઝન ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રાજ્યની લોકોએ ચૂંટેલી અશોક ગેહલોત સરકારને પૈસાના જોરે ગબડાવવા માંગે છે. શુક્રવારે મોડીરાતે જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં કોંગ્રેસના આ ધારાસભ્યોએ આ આરોપ લગાવ્યો છે. સંયુક્ત નિવેદનમાં લખનસિંહ, જોગેન્દ્રસિંહ અવના, મુકેશ ભાકર, ઇન્દ્ર મીના, વેદપ્રકાશ સોલંકી, સંદીપ યાદવ વગેરે સહિત 24 ધારાસભ્યોના નામ આપવામાં આવ્યા છે. આ નિવેદન વિધાનસભાના ચીફ વ્હિપ, ડો.મહેશ જોશી અને ડેપ્યુટી ચીફ વ્હિપ મહેન્દ્ર ચૌધરીની સહીઓ દ્વારા જારી કરાયું છે.

સંયુક્ત નિવેદનમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આરોપ લગાવ્યો છે કે ભાજપ કોરોડોનો વેપાર અને અન્ય ભ્રષ્ટ યુક્તિઓ દ્વારા કોંગ્રેસ સરકારને અન્ય રાજ્યોની જેમ ગબડાવવા કાવતરૂં ચરી રહી છે. આ ધારાસભ્યોએ ભાજપની લોકશાહી વિરોધી ભ્રષ્ટ રીતરસમો ગણાવી હતી.

કોંગ્રેસે કહ્યું છે કે, પ્રજાએ અમને ચૂંટીને જવાબદારી સોંપી છે. જેની વિરૃદ્ધ જઈને ભાજપ ભ્રષ્ટ રીતો અપનાવી રહી છે. અમારી પાસે સ્પષ્ટ માહિતી છે કે ભાજપના ટોચના લોકો આ ષડયંત્રમાં સામેલ છે. જે કોંગ્રેસના ધારાસભ્યોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ધારાસભ્યો અને અન્ય લોકોને વિવિધ પ્રકારની લોભ, લાલચ આપીને સમર્થન આપે છે. કોંગ્રેસ અને રાજ્યમાં સમર્થન આપતા તમામ ધારાસભ્યો આવા પ્રયાસોને સફળ થવા દેશે નહીં.

રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ટાસ્ક ફોર્સ એસઓજીએ શુક્રવારે હોર્સ ટ્રેડીંગ અને ચૂંટાયેલી સરકારને અસ્થિર કરવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો હતો. રાજ્ય વિધાનસભાના કુલ 200 ધારાસભ્યોમાં કોંગ્રેસના 107 ધારાસભ્યો છે અને ભાજપ પાસે 72 ધારાસભ્યો છે. કોંગ્રેસને રાજ્યના 13 માંથી 12 અપક્ષ ધારાસભ્યોનું સમર્થન પણ છે.

રાજસ્થાનમાં જૂન મહિનામાં યોજાયેલી રાજ્યસભાની ત્રણ બેઠકોની ચૂંટણીઓ પૂર્વે સત્તાધારી કોંગ્રેસે કેટલાક ધારાસભ્યો પર લાલચ આપવાનો આરોપ લગાવ્યો હતો. પાર્ટી દ્વારા વિશેષ ટાસ્ક ફોર્સને ફરિયાદ કરવામાં આવી હતી. મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે કહ્યું હતું કે રાજ્યના ધારાસભ્યોને લાલચ, ઓફર, લાંચ માટે કરોડો રૂપિયાની રોકડ જયપુર ભાજપ દ્વારા ખસેડાઇ રહી છે.

READ ALSO

Related posts

કેરળના ઇડુક્કીમાં થયેલ ભૂસ્ખલનમાં મૃત્યુઆંક વધીને 42, સતત રાહત કામગીરી ચાલું

Ankita Trada

દુનિયાનો એક એવો દેશ જ્યાં 100 દિવસમાં કોરોનાનો એક પણ કેસ નથી નોંધાયો!

Ankita Trada

હવે અવાજથી કોરોનાની તપાસ કરશે BMC, 1 હજાર દર્દીઓ ઉપર કરાશે ટ્રાયલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!