GSTV
India News ટોપ સ્ટોરી

અશોક ગેહલોતનું શક્તિ પ્રદર્શન, 100 થી વધુ ધારાસભ્યો ભેગા કરી બતાવી વિક્ટરી સાઈન

રાજસ્થાનના જયપુરમાં કોંગ્રેસ ધારાસભ્યો દાળની બેઠક ચાલી રહી છે ત્યારે કોંગ્રેસ દ્વારા સચિન પાયલટની ને મનાવવાનો આખરી પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને બેઠકમાં ભાગ લેવા આવવા અને મતભેદોનું સમાધાન કરવા સમજાવવામાં આવ્યા હતા. જોકે, સચિન પાયલોટ ટસના મસ ન થયા અને જવાબ આપ્યો કે તેઓ જયપુર નહિ આવે. તેમની સાથે 25 થી વધુ ધારાસભ્યો છે એવામાં રાજસ્થાનમાં ચાલી રહેલી રાજકીય ખેંચતાણ આખરે ક્યાં જઈને અટકશે તે જોવાનું રહ્યું,

મીડિયા સમક્ષ અશોક ગેહલોતનું શક્તિ પ્રદર્શન

તો બીજી બાજુ જયપુર ખાતે મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયાને પોતાના નિવાસ સ્થાને બોલાવ્યા હતા અને મીડિયાની હાજરીમાં ધારાસભ્યોની સંખ્યા દર્શાવીને શક્તિ પ્રદર્શન કર્યું હતું, મુખ્યમંત્રી અશોક ગેહલોતને 100થી વધુ ધારાસભ્યોનું  સમર્થન હોવાની વાત ચર્ચાઈ રહી હતી. તે દરમ્યાન ગેહલોતે મીડિયા સમક્ષ વિક્ટરી સાઈન દર્શાવી હતી.

ગેહલોતે 102 અને પાયલટની 25 MLA નું સમર્થન

રાજસ્થાન કોંગ્રેસન પ્રદેશ અધ્યક્ષ અને નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટએ દાવો કર્યો છે કે તેમની સાથે 25 ધારાસભ્યો છે. સચિન પાયલટે સ્પષ્ટ કર્યું છે કે તેઓ જયપુર બેઠકમાં ભાગ નહિ લેવાના તો બીજી બાજુ અશોક ગેહલોતે પણ દાવો કર્યો છે કે તેમની પાસે 102 વિધાયકોનું સમર્થન છે.

રાજસ્થાનમાં સરકાર સ્થિર: સુરજેવાલા

તો, કેન્દ્રીય નેતાગીરી તરફથી જયપુર મોકલવામાં આવેલા સુરજેવાલાએ પણ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજસ્થાનમાં સરકાર સ્થિર છે. વધુમાં સુરજેવાલાએ જણાવ્યું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર સ્થિર છે અને પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરશે, સાથે જ ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું છે કે કોંગ્રેસ સરકાર ઉથલાવી દેવાની ભાજપની કોઈ રણનીતિ સફળ નહિ થાય.

કેન્દ્રીય નેતાગીરી હતી સતત પાયલટના સંપર્કમાં

કેન્દ્રીય નેતૃત્વ તરફથી જયપુર મોકલવામાં આવેલ રણદીપ સુરજેવાલાએ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સમરાંગણને લઈને પત્રકારો સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું છે કે છેલ્લા 48 કલાકમાં કેન્દ્રીય કોંગ્રેસ નેતૃત્વ દ્વારા અનેકવાર સચિન પાયલટ સાથે વાત કરવામાં આવી છે.

મતભેદોને લઈને સરકારને નબળી પાડવી અયોગ્ય

રણદીપ સુરજેવાલાએ વધુમાં જણાવ્યું છે કે કયારેક ક્યારેક વૈચારિક મતભેદ ઉભા થાય છે. પરંતુ, તેને લઈને પોતાની જ સરકારને નબળી કરવી યોગ્ય નથી, જો કોઈ મતભેદ છે તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે તેનું સમાધાન કરીશું, વ્યક્તિગત પ્રતિસ્પર્ધા દ્વારા સરકારને નબળી પાડવી એ યોગ્ય નથી.

ભાજપ પર કર્યા આક્ષેપ

કોંગ્રેસના નેતાએ આક્ષેપ કર્યો કે ભાજપ તરફથી દરેક વખતે તાપસ એજન્સીઓને આગળ કરવામાં આવે છે. આજે સવારે જ કોંગ્રેસના સાથીઓ પર આ જ રીતે દરોડા પાડવામાં આવ્યા અને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો,

MUST READ:

Related posts

ચીનના નેતા જિનપિંગ રશિયાના 3 દિવસના પ્રવાસે, પુતિન-જિનપિંગની મુલાકાત પર વિશ્વની નજર

Kaushal Pancholi

સુરેન્દ્રનગરમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત! ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે થયો ભીષણ અકસ્માત, 15થી વધુ મજૂરો થયા ઈજાગ્રસ્ત

pratikshah

અબજોપતિ મીડિયા સમ્રાટ રુપર્ટ મડોર્ક 92 વર્ષની વયે કરશે પાંચમાં લગ્ન, 8 મહિના પહેલા જ અભિનેત્રી જેરી હેલને આપ્યા હતાં છૂટાછેડા

Kaushal Pancholi
GSTV