GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી મંત્રી આવ્યા કોરોનાની ઝપેટમાં

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ઉદ્ધવ સરકારમાં પીડબ્લ્યુડી પ્રધાન અશોક ચૌહાણ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ પહેલા ઉદ્ધવ સરકારમાં મંત્રી જિતેન્દ્ર આવ્હાડ કોરોના પોઝિટિવ આવ્યા હતા. તો રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આરોગ્ય બુલેટિન મુજબ, છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 3041 કેસ નોંધાયા છે, જ્યારે આ સમયગાળામાં 58 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે મહારાષ્ટ્રના કોરોનાથી મોતનો આંકડો વધીને 1635 થયો છે. મહારાષ્ટ્રમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 50 હજાર 231 રહી છે.

તમામે આ લડાઇ માટે તૈયાર રહેવું પડશે

મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં કોરોનાનો પ્રકોપ વધુ જોવા મળી શકે છે. તેને લઇને લોકોએ ગભરાવવાની જરૂર નથી. તમામે આ લડાઇ માટે તૈયાર રહેવું પડશે. તેના માટે સરકાર દરેક હદ સુધી કામ કરવા માટે તૈયાર છે. સીએમ ઉદ્ધવ ઠાકરેએ જનતાને સંબોધિત કરતા કહ્યું કે લોકડાઉનમાં હજુ પણ તમામ લોકો નિયમનું પાલન કરી રહ્યા નથી.

આપણે આ સમયે લોકડાઉન હટાવી શકીએ નહીં

પહેલા કહેવામાં આવ્યું હતુ કે મે મહિનાના અંત સુધી મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા વધીને દોઢ લાખ સુધી થઇ શકે છે. આ પ્રકારની ચેતવણી આપવામાં આવી હતી. પરંતુ આપણે તેના પર કાબુ મેળવ્યો છે. અને કેસની સંખ્યાને આ સ્તરે પહોંચતા અટકાવી છે. ઉદ્ધવે કહ્યું કે આગામી 15 દિવસો ઘણા મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આપણે આ સમયે લોકડાઉન હટાવી શકીએ નહીં. વિમાન સેવા જરૂરી છે પરંતુ તેના માટે આપણે હજુ સમય આપવો પડશે.

READ ALSO

Related posts

અનલોક-2 વચ્ચે આ રાજ્યોએ વધાર્યું 31 જુલાઈ સુધી લોકડાઉન, જાણો ક્યાં શહેરોમાં છે સંપૂર્ણપણે લોકડાઉન

Mansi Patel

લદાખ બાદ મિઝોરમમાં ધરતી ભૂકંપથી ધ્રૂજી, 4.6ની તીવ્રતાનો આવ્યો આંચકો

Harshad Patel

આ 6 ખતરનાક યુદ્ધ વાહનોના કાફલાએ લદાખમાં લોકોનું ધ્યાન ખેંચ્યું નહીં, મોદી જેની આસપાસ હતા

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!