આજથી નવરાત્રીનો પ્રારંભ, વિધિવત ઘટ્સ્થાપન કરવામાં આવ્યા

આજે નવરાત્રીનો પ્રારંભ થયો છે. ત્યારે ગુજરાતના જગપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં વિધિવત ઘટ્સ્થાપન કરવામાં આવ્યુ છે. નવરાત્રિ પર મોટી સંખ્યામાં ભક્તો અંબાજી ખાતે દર્શનાર્થે પહોંચ્યા છે. નવ દિવસ સુધી અંબાજીના ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘુમીને માની આરાધના કરશે.

આજથી આદ્યશક્તિ માઁ અંબાજીની ઉપાસના સાધના અને આરાધનાના પર્વ નવરાત્રિની શરૂઆત થઈ છે. ત્યારે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા અંબાજી માતાના મંદિરે વહેલી સવારે માઈભક્તોનો ધસારો જોવા મળ્યો હતો. માધુપુરામાં માઁ અંબાજીનું મંદિર આવેલુ છે. ત્યારે સવારથી જ શ્રદ્ધાળુઓ પહોંચી ગયા હતા.અને મા શક્તિની ઉપાસના કરીને ધન્યતા અનુભવતા જોવા મળ્યા.

અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા નગરદેવી ભદ્રકાળી મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં માઈભક્તો નગરદેવીના દર્શન કરવા મંદિરે પહોંચ્યા અને ભદ્રકાળી માતાની જય બોલાવી ધન્યતા અનુભવી હતી. નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાની વિશેષ આરાધના, ઉપાસના કરવામાં આવી રહી છે. રોજ રાત્રે ગરબાનું આયોજન થયુ છે. તો નવદિવસ દરમિયાન વિશેષ ભોગ પણ ધરાવવામાં આવી રહ્યા છે.

આજથી આસો સુદ નવરાત્રિનો પ્રારંભ થયો છે. ત્યારે મહેસાણાના શક્તિપીઠ બહુચરાજી ખાતે ઘટ સ્થાપનની વિધિ યોજાઈ હતી. જેમાં ભૂદેવોઓ વૈદિક મંત્રોચ્ચાર સાથે ઘટ સ્થાપન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં બહુચરાજી મંદિરના વહીવટદારો પણ ઉપસ્થિત રહ્યા. નવરાત્રિના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તો બહુચરમાતાના દર્શન કરી ધન્યતા અનુભવી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter