GSTV

બીગ બોસના રનરઅપ અશ્મિત પટેલ અને મહકે તોડી સગાઈ, મહકે કહ્યું, મે તેને છોડી દીધો!

પાંચ વર્ષ સુધી સંબંધમાં રહ્યા બાદ અશ્મિત પટેલ અને મહક ચહલે પોતાની સગાઈ તોડી નાખી છે. મહકે ખુલાસો કર્યો છે કે, અશ્મિતની સાથે સગાઈ તોડવાનો નિર્ણય તેનો હતો, બિગ બોસના એક્સ પ્રતિસ્પર્ધી અશ્મિત પટેલ અને મહક ચહલે 2017માં સગાઈ કરી હતી.

મહકે જણાવ્યું હતું કે, તેમનો આ નિર્ણય હતો કે, તેણીએ પાંચ વર્ષના લાંબા સંબંધને ખતમ કરી દીધો છે. આ વિશે જણાવતા મહકે કહ્યું હતું કે, મેં અશ્મિતને છોડી દીધો છે. મારે આ પગલું ભરવું પડ્યું અને આ સંબંધમાંથી બહાર નીકળવું પડ્યું. જો કેસ અશ્મિતે પણ સ્વીકાર્યું કે, મહક સાથેનો તેમનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ તેમણે વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો.

આ વાતનો ખુલાસો કરતા અશ્મિતે કહ્યું હતું કે, તે સાચું છે કે, હવે અમે સાથે નથી. હું આ બાબતે શાંત રહેવા માંગુ છું અને ટિપ્પણી કરવા માંગતો નથી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અશ્મિત અને મહેકના બ્રેકઅપને થોડા મહિનાઓ થઈ ચૂક્યા છે.

આ બંનેએ ઓગષ્ટ 2018માં સગાઈ કરી હતી અને એક વર્ષ બાદ ડેસ્ટિનેશન વેડિંગની યોજના બનાવી રહ્યા હતા. જો કે, બાદમાં તેમના લગ્નનો નિર્ણય કોઈ કારણોસર ટળી ગયો હતો અને ધીરે ધીરે સંબંધમાં તણાવ ઊભા થયા હતા. જેથી કેટલાક મહીના પહેલા તેમણે પોતાના સંબંધને ખતમ કરી દીધો હતો.

ઓગષ્ટ 2017માં અશ્મિતે સ્પેનમાં એક રોમેન્ટિક હૉલિડે દરમિયાન એક રોસ્ટોરન્ટમાં મહકને પ્રપોઝ કર્યું હતું. અશ્મિત અને મહકે ઈન્સ્ટાગ્રામ પર પ્રપોઝ કરી ફોટો પણ શેર કર્યા હતા, પરંતુ હવે આ પોસ્ટને હટાવી દીધી છે. 2003માં વિક્રમ ભટ્ટની ફિલ્મ ‘ઈન્તહાં’ થી બોલીવુડમાં એન્ટ્રી કરનાર અશ્મિત ‘મર્ડર’ ‘દિલ દિયા હૈ’ અને ‘ફાઈટ ક્લબ’ સહીત ઘણી ફિલ્મોમાં જોવા મળ્યા છે. તેઓ બીગ બોસ-4ના બીજા રનરઅપ બન્યા હતા અને મહક બીગ બોસ-5માં પ્રથમ રનરઅપ બની હતી. મહકે ‘વોન્ટેડ’ અને ‘નઈ પડોસન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું.

READ ALSO

Related posts

BOBએ વ્યાજદરોમાં કર્યો મોટો ઘટાડો, હોમ-ઓટો લોન થશે સસ્તી

Karan

લૉકડાઉનમાં TV જોનારાઓ માટે ખુશખબર, હવે FREEમાં જુઓ આ પોપ્યુલર ચેનલ્સ

Bansari

કોરોનાનો હાહાકાર: મહાપાલિકાએ મેડિકલ અને પેરા મેડિકલ ઓફિસરની તાત્કાલિક ભરતી પ્રકિયા કરી શરૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!