GSTV
Others Sports Trending

ના હોય! માત્ર 25 વર્ષની ઉંમરમાં જ આ નંબર-1 ટેનિસ સ્ટારે લીધો સંન્યાસ, એલાન કરતાં છલકાઇ આવ્યાં આંસુ

ટેનિસ

દુનિયાની નંબર 1 ટેનિસ ખેલાડી એશ્લે બાર્ટીએ 25 વર્ષની ઉંમરમાં જ પ્રોફેશનલ ટેનિસમાંથી સન્યાસ લેવાનો નિર્ણય લીધો છે. ઓસ્ટ્રેલિયાની એશ્લે બાર્ટીએ પાછલા ત્રણ વર્ષમાં ત્રણ મોટા ગ્રેન્ડ સ્લેમ ખિતાબ પોતાના નામે કર્યા છે. તેણે 2019માં ફ્રેન્ચ ઓપન, 2021માં વિંબલડન અને 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ પોતાના નામે કર્યો છે. બુધવારે સોશિયલ મીડિયા પર વીડિયો દ્વારા એશ્લે બાર્ટીએ સંન્યાસનું એલાન કર્યુ.

તેણે ઇમોશનલ વીડિયોમાં કહ્યું, હું જાણતી ન હતી કે હું આ કેવી રીતે કરીશ…આ કહેવુ મુશ્કેલ છે. હું ખૂબ જ ખુશ છુ અને હું તેના માટે તૈયાર છું.

એશ્લે બાર્ટીએ કહ્યું, હું ફક્ત એટલું જાણુ છુ કે આ સમયે મારુ દિલ જાણે છે કે આ મારા માટે બિલકુલ યોગ્ય નિર્ણય છે. ટેનિસે મને જે કંઇ પણ આપ્યું છે હું તેના માટે આભારી છું. પરંતુ હું જાણુ છુ કે આ જ યોગ્ય સમય છે સંન્યાસ લેવાનો અને પોતાના બીજા સપનાઓનો પીછો કરવાનો. એશ્લે બાર્ટીના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ હેંડલ પરથી વીડિયો શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેણે લખ્યું, આજનો દિવસ મુશ્કેલ છે અને ઇમોશન્સથી ભરપુર છે કારણ કે હું ટેનિસમાંથી રિટાયર થવાનો નિર્ણય લઇ રહી છુ. મને સમજાતુ ન હતું કે હું આ સમાચાર તમારી સાથે કેવી રીતે શેર કરુ પછી મે મારી મિત્ર કેસી ડેલાકુઆની મદદ માંગી.

ટેનિસ

બાર્ટીએ ઓસ્ટ્રેલિયન ઓપન ફ્રેન્ચ ઓપન અને વિમ્બલડનમાં 1-1 વાર ચેમ્પિયન બનવાનું ગૌરવ મેળવ્યું છે. તેમણે વર્ષ 2019માં ફ્રેન્ચ ઓપન જીતી પછી 2021 માં વિમ્બલડન અને તે જ વર્ષે એટલે કે 2022માં ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન બની હતી. તેમણે ઓલિમ્પિક ગેમ્સમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

Read Also

Related posts

કામની વાત / બચત ખાતાના કેટલા પ્રકાર છે?, જાણો તમારા માટે ક્યું ખાતુ રહેશે શ્રેષ્ઠ

Hardik Hingu

સ્માર્ટફોન અને ઈન્ટરનેટ વગર કરો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ

Zainul Ansari

મોટા સમાચાર / આફ્રિકા વિરુદ્ધ ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની ઘોષણા, ‘જમ્મુ એક્સપ્રેસ’ ખેલાડીની એન્ટ્રી

Hardik Hingu
GSTV