GSTV

‘ધોની બનાવવાના નામે આ ખેલાડી સાથે થયો અન્યાય, ટીમમાં પીવડાવી રહ્યો છે પાણી’

ધોની

Last Updated on May 6, 2020 by Bansari

પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર આશીષ નેહરાનું માનવુ છે કે યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મહેન્દ્ર સિંહ ધોનીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યો છે અને ટીમ મેનેજમેન્ટે તેને લાંબુ સમર્થન આપવાની જરૂર છે. નેહરાએ પૂર્વ ક્રિકેટર આકાશ ચોપરાના આકાશવાણી કાર્યક્રમમાં જણાવ્યું કે, ટીમમાં ઘણાં પ્રતિભાશાળી યુવા ક્રિકેટર્સ છે અને તેમને લાંબા સમય સુધી સમર્થન આપવુ જોઇએ. આજે આપણે વનડેમાં નંબર પાંચ અને નંબર 6ના સ્થાને બેટિંગની વાત કરીએ છીએ, જેને લઇને આપણે નિશ્વિત નથી.

નેહરાએ જણાવ્યું કે, લોકેશ રાહુલ પાંચમા નંબરે રમી રહ્યો છે અમે પંત, તે વ્યક્તિ જેને આપણે ધોનીના ઉત્તરાધિકારી તરીકે તૈયારી કરી રહ્યાં છે, તે પાણી પીવડાવી રહ્યો છે. નેહરાએ કહ્યું કે, હું જાણુ છુ કે પંતે પોતાની તકો ગુમાવી છે પરંતુ તેમ છતાં તમારે તેને ટીમમાીં રાખવો પડશે કારણ કે 22-23 વર્ષની ઉંમરમાં જ તમે તેનામાં ક્ષમતા જોઇ ચુક્યાં છો.

જણાવી દઇએ કે પ્રદર્શનમાં નિરંતરતા ન હોવાના કારણે પંત ગત એક વર્ષથી લોકોના નિશાના પર છે. તે ન્યૂઝીલેન્ડની સામે ટેસ્ટ સીરીઝમાં ભારતની 0-2થી હાર દરમિયાન ચાર ઇનિંગમાં ફક્ત 60 રન જ બનાવી શક્યો જેથી ઋદ્ધિમાન સાહાને વધુ મહત્વ આપવાના નિર્ણયને લઇને ચર્ચાઓ શરૂ થઇ ગઇ.

kohli

પૂર્વ ફાસ્ટ બોલર નેહરાએ કોહલીની કેપ્ટન્સીને લઇને હજુ પોતાના વિચાર રજૂ કર્યા. તેમનું માનવુ છે કે વિરાટની કેપ્ટન્સીમાં હજુ પણ કામ ચાલુ છે. નેહરાએ કહ્યું કે, વિરાટ કોહલીને એક ખેલાડી તરીકે કોઇ ઓળખની જરૂર નથી. કારણ કે તેનો ગ્રાફ બધુ દેખાડે છે. નેહરાએ કહ્યું કે ખેલાડી તરીકે વિરાટ શાનદાર કામ કરી ચુક્યો છે પરંતુ મને લાગે છે કે કેપ્ટન તરીકે તેનું કામ હજુ ચાલુ છે અને મને લાગે છે કે કેપ્ટન તરીકે કે થોડો ઉતાવળીયો છે.

Read Also

Related posts

જાણવા જેવુ / એન-95 માસ્કનો કેવી રીતે કરવો ઉપયોગ? કેમ તેનો ઉપયોગ કરતા પહેલા કરવું પડે સેનિટાઇઝ ?

GSTV Web Desk

દિલ્હી રમખાણ કેસ મામલે પહેલી સજા, લૂંટ અને આગજનીના ગુનેગારને 5 વર્ષની જેલની સજા ફટકારી

Pravin Makwana

BJPમાં એડમિશન/ કોંગ્રેસની પોસ્ટર ગર્લ કોંગ્રેસને પડતી મુકી ભાજપમાં જોડાઈ ગઈ, મુલાયમના સગા પણ ભાજપમાં જોડાયા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!