GSTV
World

Cases
7157310
Active
12992051
Recoverd
755573
Death
INDIA

Cases
661595
Active
1751555
Recoverd
48040
Death

ગુજરાત રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ, આજથી ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળશે

આશિષ

ગુજરાત રાજ્યના નવા ડીજીપી (ડાયરેક્ટકર જનરલ ઓફ પોલીસ)જેવા મહત્વના હોદ્દા પર હાલના પોલીસ કમિશનર આશિષ ભાટીયાની નિમણુક કરવામાં આવી છે. રાજ્યના ડીજીપી પદે ફરજ બજાવતા શિવાનંદ ઝા વયમર્યાદાને કારણે નિવૃત થતા તેમની જગ્યાએ ભાટીયાની નિમણુક કરવામાં આવી છે.

રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ 1985 ની બેચના આઈપીએસ અધિકારી આશિષ ભાટીયાના નામની રાજ્યાના ડીજીપી તરીકે જાહેરાત કરી હતી. ગુજરાત રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા વય મર્યાદાને કારણે નિવૃત થતા તેમજ લોકડાઉન દરમિાન અપાયેલી એક્સટેન્શનની સમયમર્યાદા પુરી થતા રાજ્યના ગૃહવિભાગ દ્વારા યુપીએસસીને ત્રણ નામો મોકલ્યા હતા. જેમાં હાલના પોલીસ કમિશનર આશિષ ભાટીયાના નામ પર મહોર મારવામાં આવી છે. આશિષ ભાટીયા રાજ્યના ડીજીપી તરીકે 1 ઓગષ્ટથી નવા ડીજીપીનો ચાર્જ સંભાળશે.

આશિષ ભાટીયાએ 2006ના અમદાવાદના બોમ્બ બ્લાસ્ટની તપાસની મહત્વપુર્ણ કામગીરી સફળતાપુર્વક પાર પાડી હતી. આરોપીઓને શોધવાથી લઈને તેમની ધરપકડ સુધીનું માઈક્રો પ્લાનીંગ તેમણે બખુબી કર્યું હતું. સ્હેજ પણ ઉશ્કેરાયા વગર મેરેથોન પુછપરછ કરીને આરોપીના પેટમાંથી સત્ય બહાર કાઢવાની તેમનામાં આવડત છે તે સિવાય ભાટીયા બે અન્ય શહેરોમાં પણ પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવી ચુક્યા છે. આગામી બે દિવસમાં અમદાવાદના નવા પોલીસ કમિશનરના નામની જાહેરાત થશે.

આશિષ ભાટિયા ડીજીપી બન્યા IAS મોટા ભાઈ નિવૃત થયા

એક તરફ આશિષ ભાટીયા ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા છે. બીજીતરફ મહારાષ્ટ્રમાં સીનીયર આઈએએસ તરીકે ફરજ બજાવતા તેમના ભાઈ સંજય ભાટીયા નિવૃત થયા છે.મુબઈ પોર્ટ ટ્રસ્ટના ચેરમેન પદેથી તેઓ નિવૃત થયા હતા.સંજય ભાટીયા મિકેનીકલ એન્જીનીયર સાથે એમબીએ થયેલા છે અને મહારાષ્ટ્ર ઈલેક્ટ્રિસિટી બોર્ડના ચેરમેન, વાઈસ ચેરમેન તથા એણ.ડી.સિડકો પદે ફરજ બજાવી ચુક્યા છે. આશિષ ભાટીયાના સાળા આસામ કેડરના આઈએએસ છે અને હાલમાં દિલ્હીમાં ફરજ બજાવે છે.

Read Also

Related posts

અમદાવાદમાં વગર પરવાનગીએ સેનેટાઈઝર્સ બનાવતા એકમ પર દરોડા, 34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

Nilesh Jethva

જયંતિ ભાનુશાળી હત્યા કેસ ઉકેલનાર અધિકારીને મળશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી એક્સલન્સ ઇન્વેસ્ટિગેશન એવોર્ડ

Nilesh Jethva

અટારી-વાઘા બોર્ડર પર BSFનું મ્યુઝિકલ પરફોર્મન્સ, આ ગીતે લોકોના જીત્યા દિલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!