GSTV

કમલેશ તિવારીના હત્યારા અશફાકે શા માટે રોહિત સોલંકીના નામનું આધારકાર્ડ બનાવ્યું

ઉત્તર પ્રદેશમાં હિન્દુ સમાજ પાર્ટીના કમલેશ તિવારીની હત્યા થઈ હતી. આ હત્યામાં રોજેરોજ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. આ એક એક ખુલાસાઓ કમલેશ તિવારીની હત્યાનું કાવતરુ કેવી રીતે ઘડાયુ તેના રહસ્યો પરથી ધીરેધીરે પડદો ઉંચકી રહ્યા છે. આ ખુલાસાઓમાં સૌથી વધુ ચોંકાવનારા ખુલાસા આ કેસના મોસ્ટ વોન્ટેડ આરોપી અશફાક અંગેના ખુલાસા છે.

યુપીમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી જેની હત્યાથી ન માત્ર યુપીમાં પરંતુ સમગ્ર દેશમાં ચકચાર મચી ગઇ છે.
આ હત્યા બાદ એટીએસ સહિતની ટીમો આ હત્યાના ભેદ અને તેના એક એક રહસ્યોને ઉજાગર કરવા રાત દિવસ એક કરી રહી છે.
ત્યારે આ કેસ માટે મહત્વપૂર્ણ એવો પુરાવો જીએસટીવીને હાથ લાગ્યો છે. જેમાં જીએસટીવીને હાથ એ આધારકાર્ડ લાગ્યુ છે જે આધારકાર્ડમાં અશફાકે ચેડા કરીને પોતાની એક નવી જ ઓળખ ઉભી કરી નાખી હતી. અને આ ઓળખ હતી અશફાકથી રોહિત સોલંકી તરીકેની.

હવે સવાલ થાય કે આખરે અશફાકે શા માટે રોહિત સોલંકી જ નામ ધારણ કર્યું. તો તે વાતને લઇને પણ એક મોટી માહિતી સામે આવી છે અને આ માહિતી એવી છેકે અશફાક જે જગ્યાએ મેનેજર તરીકે કામ કરતો હતો ત્યાંના મેડિકલ રિપ્રેઝન્ટેટીવ રોહિત સોલંકીના તમામ ડોક્યુમેન્ટ તેણે અશફાકને જમા કરાવ્યા હતા. જે ડોક્યુમેન્ટમાંથી અશફાકે રોહિત સોલંકીનું આધારકાર્ડ લઇને તેમાં રોહિતની જગ્યાએ પોતાની તસ્વીર અને જન્મતારીખમાં ફેરફાર કરી નાખ્યો.

આ સવાલનો જવાબ એવો છેકે અશફાક જ્યારે કમલેશ તિવારીની હત્યા કરે ત્યારે તે હોટેલમાં રોહિત સોલંકીના નામે રોકાઇ શકે તે માટે તેણે આ નકલી આધારકાર્ડ તૈયાર કર્યુ હતું. જો કે અશફાકે બનાવેલુ નકલી આધારકાર્ડ તેના મોબાઇલમાં હતું. પરંતુ જ્યારે તે હોટેલમાં ગયો ત્યારે હોટેલ મેનેજમેન્ટે આધારકાર્ડની હાર્ડ કોપી માંગતા ન છૂટકે અશફાકે તેનું અસલી આધારકાર્ડ આપવાની ફરજ પડી હતી.

READ ALSO

Related posts

આજથી રાજ્યભરમાં વિના મૂલ્યે અનાજ વિતરણનું આયોજન, ૩.૨૫ કરોડ લોકોને મળશે લાભ

Bansari

મકરજની બેકરકારી પર સરકારની લાલ આંખ, આયોજકો વિરુદ્ધ મહામારી ફેલાવાનો ગુનો દાખલ

Bansari

જમાતના નામ પર કોઈ રમત તો નથી રમાઈ રહી ને? રાંચીમાં વિદેશી મૌલવીઓની હાજરીથી મોટા કાવતરાંની આશંકા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!