GSTV
Home » News » ઉંઝા વિધાનસભા બેઠક પર આશાબેન પટેલની જીત થતા હવે ઉંઝા APMC પણ…

ઉંઝા વિધાનસભા બેઠક પર આશાબેન પટેલની જીત થતા હવે ઉંઝા APMC પણ…

narayan patel bjp

મહેસાણાના પક્ષ પલટો કરીને ભાજપમાં આવેલા આશાબેન પટેલ કોગ્રેસમાં જે વોટ લાવ્યા હતા તેના કરતા પણ વધુ બે હજાર મતની લીડ લઈને ઊંઝામાં ફરી કેસરિયો ધારણ કરાવ્યો છે અને બીજી તરફ ઊંજા પોતાના કબજામાં લઇને મહેસાણા જિલ્લાની વધુ એક વિધાનસભા પોતાના હસ્તક લઈને વધુ એક કમળ મહેસાણામાં ભાજપે ખીલવી જાણ્યું છે. જે જોતા મહેસાણામાં આજે દિવાળી જેવો માહોલ છે.

ઊંઝા સીટ છેલ્લા ૨૫ વર્ષ કરતા પણ વધુ સમયથી નારયણ પટેલના હાથમાં હતી તે દર પાચ વર્ષે અહીથી ચુંટણી લડીને ઊંઝા અને ઊંઝા એ.પી.એમ.સીમાં નારયણ પટેલ રાજ કરતા હતા જ્યારે અનામત આંદોલન અને એક હથ્થા સાસનના કારણે નારયણ પટેલની આજે કાયમી હાર થઈ છે.

જ્યારે મતનું ગણિત ગણવામાં આવે તો ઊંઝા વિધનસભામાં આશાબેન પટેલને ૭૭૧૦૫ મત મળ્યા છે જ્યારે કોગ્રેસના ઉમેદવાર કામુ પટેલને ૫૪૦૯૯ મત મળ્યા છે જે જોતા ૨૨ હજાર મત કરતા પણ વધુ લીડથી આશાબેન પટેલે જીત મેળવી છે. નારયણ પટેલની ઓફીસની સામે જ ભાજપના કાર્યકતા સહિત આશબેનના સમર્થકોએ દિવાળી જેવો માહોલ કર્યો છે જે જોતા હવે ઊંજા એ.પી.એમ.સી પણ આશાબેન પટેલ પાસે આવશે તેમ કહીએ તો નવાઈ નહી.

READ ALSO

Related posts

હોસ્પિટલમાં દાળ-ભાત ખાતા જોવા મળ્યા લાલૂ પ્રસાદ, તસવીર બની ગઈ વાયરલ

NIsha Patel

1 ડિસેમ્બરથી અમલી બનશે ફાસ્ટટેગ, નહીં તો ભરવો પડશે બે ગણો ટોલટેક્સ

Arohi

મામા-ભાણિયા વિખવાદ: ગોવિંદા પરિવાર સાથે કપિલ શર્મા શોમાં આવતાં જ કૃષ્ણા થયો ગાયબ

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!