GSTV

ગુજરાત મોડલની ભયંકર વાસ્તવિકતા: આશા વર્કર બહેનો અને આંગણવાડી વર્કર સાથે મજાક કરતી સરકાર, દૈનિક વેતન ફક્ત 33 રૂપિયા

Last Updated on September 25, 2021 by Pravin Makwana

ગુજરાતના આંગણવાડી કેન્દ્રોમાં ખુદ સરકાર દ્વારા જ લઘુત્તમ વેતન સહિતના નિયમોનું વર્ષોથી સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે એ મામલે મોરબી, ગોંડલ, ધોરાજી સહિત ઠેર-ઠેર આવેદનપત્ર આપીને આશા વર્કરને દૈનિક રૂ.૩૩ તથા ફેસિલિટેટરને ફકત રૂ.૧૭ જેવા મજાકરૂપ વેતનની પ્રથા બંધ કરી પોષણક્ષમ પગારની માંગણી ઉઠાવવામાં આવી હતી.

ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સ યુનિયન દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પાઠવી જણાવ્યું છે કે રાજ્યના આશા વર્કર અને ફેસીલીએટર બહેનોએ કોરોના મહામારીમાં જોખમી વેક્સીનેશન, ટેસ્ટીંગ, સર્વે સહિતની કામગીરી કરી છે અને કોરોના વોરીયર્સ તરીકે સન્માન કરવાને બદલે સરકારે પીડા આપી છે ! કોવીડ કામગીરીના સતત આખા દિવસની સેવા માટે આશા વર્કરને માત્ર દૈનિક રૂ ૩૩ અને ફેસીલીએટરને દૈનિક રૂ ૧૭ અપાય છે તે મશ્કરી સમાન છે, એરીયર્સ સાથે રૂ ૩૦૦ દૈનિક ચુકવવા  જોઈએ. 

આશા, આંગણવાડી અને ફેસીલીએટર બહેનોને કોરોનામાં મધ્યપ્રદેશ, દિલ્હી અને કેરાળા તેમજ મહારાષ્ટ્ર જેમ વોરીયર્સ જાહેર કરી રૂ ૧૦,૦૦૦ વિશેષ કોરોના માનદ વેતન જાહેર કરવું. આશા ફેસીલીએટરને વીમા કવચમાં સારવાર કોરોનટાઈન ખર્ચ સમાવેશ કરવો અને આંગણવાડી વર્કર અને હેલ્પરને વીમાનું સુરક્ષા કવચ આપવુ જરૂરી છે.  ગોંડલમાં પણ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠને પડતર પ્રશ્નો વિશે રજુઆત કરી હતી. 

જયારે ધોરાજી શહેર અને તાલુકાની ૭૦ જેટલી બહેનો આશા વર્કરોએ હક્કની માંગણી સાથે મામલતદારને આવેદનપત્ર આપીને માંગણી કરતા જણાવેલ કે અમારી બહેનોને લઘુત્તમ વેતન મળે અને અમારો ફિકસ પગાર થાય તેમજ અન્ય કામગીરી કરવામાં આવે છે તેનો કોઈ વળતર મળતું નથી. ફકત સેવા લેવામાં આવે છે. કોરોનાના કપરા સમયમાં જીવના જોખમે સેવા કરીછ ેપરંતુ મળવા પાત્ર ભથ્થા સરકાર આપતી નથી. પગાર નક્કી કરવામાં આવે તે જરૂરી છે. 

બેંક

આંગણવાડી કર્મચારી સંગઠને મૂકેલી મુખ્ય માંગણીઓ 

(૧)આઈસીડીએસનું સીધુ કે આડકતરૂ ખાનગીકરણ બંધ કરો, પ્રી સ્કુલનો સમાવેશ આંગણવાડી કેન્દ્રમાં કરાયેલ હાઈને, આંગણવાડી વર્કરને શિક્ષકનો દરજ્જો આપી તમામને રૂ.૨૧૦૦૦/- લઘુત્તમ વેતન આપો. તમામને લઘુતમ પેન્શન રૂ.૧૦,૦૦૦/- આપો (ર) આંગણવાડી વર્કર-હેલ્પરને લઘુત્તમ વેતનનાં શિડયુલમાં સમાવેશ કરો તથા કાયમી દરજ્જો આપો, ૨૧૦૦૦૦ લઘુત્તમ વેતન આપો (૩) અન્ય રાજયની જેમ નિવૃતિ વયમર્યાદા ૬૦ કરો (૪) હેલ્પરને પણ ન્યાયીક વેતન આપો (પ) સુપરવાઈઝરમાંથી મુખ્ય સેવિકા અને હેલ્પરમાંથી વર્કરમાં પ્રમોશનનાં કેન્દ્રનાં આદેશનો અમલ કરો (૬) ગુજરાતની ૬ કોર્પોરેશનમાં અને તમામ જિલ્લામાં વર્કરમાંથી સુપરવાઈઝરનાં પ્રમોશનનાં નિર્ણય કરો (૭) તમામ મીની આંગણવાડીને ફુલ આંગણવાડીમાં રૂપાંતર કરો તથા મીની આંગણવાડી વર્કરને-વર્કર જેટલુ વેતન આપો (૮) વન ટાઈમ જિલ્લા તાલુકા ફેરબદલી આપવાનો હુકમ કરો (૯) પ્રમોશનમાં ૪૫ વર્ષની વયમર્યાદા દુર કરો (૧૦) મોરબાઈલ મારફતે રોજ રોજ ડેટા મોકલવાના આદેશ પાછા ખેંચો.

READ ALSO

Related posts

પોલ ઓફ પોલ્સ/ યુપીમાં 2017ની સરખામણીએ ભાજપને મોટુ થશે મોટુ નુકસાન, સપાને થશે જબરદસ્ત ફાયદો, જોઈ લો 7 ઓપિનિયન પોલનો નિચોડ

Pravin Makwana

GSTVની ઈમ્પેક્ટ / કચ્છના નાના રણમાં ગેરકાયદે દબાણો કરાયા દૂર, અગરીયાની આડમાં ભૂમાફીયાઓનો હતો કબજો

GSTV Web Desk

ચિંતાની વાત / કોરોનાનો ભોગ બની રહ્યા છે નાના ભૂલકાઓ, ત્રીજી લહેરની પૂર્વઆગાહીઓ થઇ રહી છે સાચી

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!