GSTV
Bollywood Entertainment Trending

રિતિક સાથેના સંબંધોમાં ભંગાણ પડતા હતાશ આશા નેગી સોશિયલ મીડિયાથી દૂર

આશા નેગી

બોલિવૂડ અને ટીવી જગતમાં લોકોના સંબંધો બનતા બગડતા રહેતા હોય છે. ટીવી પરની ખૂબસુરત જોડી પૈકીની એક રિતીક ધનજાની અને આશા નેગીના છ વર્ષના સંબંધોમાં તીરાડ પડી છે. આ બંનેને પસંદ કરનારા ફેન્સ આ સમાચારથી નિરાશ થઈ ગયા છે.

આશા નેગી

છ વર્ષ સુધી એકબીજાને ડેટિંગ કરનારા આ સ્ટાર હવે અલગ થઈ ગયા છે. આખરે આ બંને વચ્ચે એવું તે શું બન્યું?  રિતીક કે આશા નેગીએ આ અંગે હજી સુધી જાહેરમાં કોઈ ખુલાસો કર્યો નથી. દરમિયાન સોશિયલ મીડિયાથી અલગ થઈ જવાના આશા નેગીના નિર્ણયથી લોકોમાં હલચલ મચી ગઈ છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહી આ વાત

થોડા સમય અગાઉ આશાએ એક પોસ્ટ કરી હતી અને તેમાં તેણે સોશિયલ મીડિયાથી દૂર થઈ જવાની વાત લખી હતી. તેણે ઇન્સ્ટાગ્રામમાં એક ફોટો શેર કરીને લખ્યું હતું કે ઓફલાઇન થઈ રહી છું. એક સપ્તાહ બાદ પરત ફરીશ. સ્વિચ ઓન થવા માટે સ્વિચ ઓફ થઈ રહી છું થોડા દિવસમાં પરત ફરીશ. 

તેણે એક ઇન્ટરવ્યૂમાં રિતીક સાથેના બ્રેકઅપની વાત કરી હતી અને કહ્યુ હતું કે લોકો અલગ થાય છે, સંબંધો તૂટે છે, પણ જીવનમાં સૌથી જરૂરી છે આપણે તેની સાથે સંકળાયેલી યાદો સાથે રાખીએ છીએ.

Read Also

Related posts

મોર્ગન સ્ટેનલીના એમએસસીઆઈ ઈન્ડિયા ડોમેસ્ટિક ઈન્ડેક્સમાં ૧૧ નવી સ્ક્રિપો-શેરોનો સમાવેશ, શેરોમાં મોટી વધઘટ

Padma Patel

GUJARAT ELECTION / ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર આજે મતદાન, પીએમ મોદીએ ટ્વિટ કરી યુવાનોને કહી ખાસ વાત

Kaushal Pancholi

ડીફોલ્ટર્સને પણ કંપની પરનું નિયંત્રણ ગુમાવી દેવાનો ભય રહે છે : આઈબીસી

Padma Patel
GSTV