GSTV

ફાયદાકારક/ તમારા રસોડામાં ઉપયોગમાં લેવાતો આ મસાલો સ્વાસ્થ્ય માટે છે ગુણકારી, અનેક બીમારીઓમાં છે મદદગાર

મસાલા

ભારતીય રસોડામાં તમને અનેક પ્રકારના મસાલા મળી જશે. આ મસાલાનો આયુર્વેદ સાથે ઘણો મોટો સંબંધ છે. આ મસાલા ભોજનમાં સ્વાદ વધારે છે. આ સાથે જ અનેક બીમારીઓમાં પણ કામ આવે છે. તમારા રસોડામાં હાજર કોઈ પણ મસાલો પછી તે અજમા, હળદળ કે પછી હીંગ હોય. તે તમામ મસાલાનો ઉપયોગ કોઈ પ્રકારની બિમારીમાં કરવામાં આવે છે.

હીંગ એક એવા મસાલામાં આવે છે જે લગભગ દરેક સબ્જી અને દાળમાં ઉમેળવામાં આવે છે. અને તેનો લગભગ દરરોજ ઉપયોગ કરવામાં આવે છે. હીંગ તમારા ભોજનનો સ્વાદ બદલી નાખે છે. માત્ર એક ચપટી હીંગ દ્વારા તમારા ભોજનનો સ્વાદ બદલાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો કો આ હીંગ તમારા સ્વાસ્થ્યને પણ અનેક પ્રકારના ફાયદા પહોંચાડે છે? તો આવો તમને હીંગના અમૂક એવા ફાયદા અંગે જણાવીએ જેનો સમાવેશ તમારા ભોજનમાં કરવામાં આવે છે.

હીંગના ફાયદાઓ

  1. શરદીની ઋતુમાં ઘણી વખત ઠંડી લાગવાના કારણે કાનમાં દુ:ખાવો થવા લાગે છે. એવામાં તમે વધુ પડતા ઈયર ડ્રોપ્સનો ઉપયોગ કરો છો પરંતુ તમે તેના માટે કોઈ ઘરેલૂ ઉપચાર ઈચ્છતા હોય તો તમે હીંગનો ઉપયોગ કરી શકો છો. હકીકતમાં હીંગમાં એન્ટી-ઈન્ફ્લામેટ્રી અને એન્ટી બાયોટિક ગુણ જોવા મળે છે. જે કાનના દુ:ખાવામાં તમને આરામ આપે છે. તેનો ઉપયોગ કરવા માટે સૌ પ્રથમ તમે એક વાસણમાં બે ચમચી નારિયેલ તેલ લ્યો અને તેમાં ચપટી ભરીને હીંગ ઉમેરીને ધીમી આંચ પર તેને ગરમ કરો. જ્યારે તે ગરમ થઈ જાય તો તેના થોડા ટીપા કાનમાં નાખો, તેનાથી તમને દુ:ખાવામાં રાહત મળશે.
  2. પેટનો દુ:ખાવો અને ગેસ બનવાની ફરિયાદ ખૂબ સામાન્ય થઈ ગઈ છે. જો તમે હીંગનો ઉપયોગ કરતા હોય તો તે તમારી આ બીમારીથી છૂટકારો અપાવી શકે છે.
  3. હીંગ માથાના દુ:ખાવાને રણ ઓછો કરવામાં મદદ કરી શકે છે. કારણ કે હીંગમાં એન્ટિ ઈંફ્લામેટ્રી ગુણ હોય છે. જેના કારણે માથાની રક્ત વાહિકાઓના સોજાને ઓછો કરે છે. અને આજ કારણે તમને માથાના દુ:ખાવાથી રાહત મળી શકે છે.
  4. શરદીમાં લોકોને શરદી-ઉધરસની પણ ઘણી પરેશાની રહે છે. એવામાં હીંગમાં રહેલ એંટીવાયરસ તત્વ તમને શરદી-ઉધરસથી છૂટકારો અપાવવામાં મદદગાર સાબિત થાય છે. હીંગ તમારા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
  5. દાંતમાં ઘણી વખત કોઈને કોઈ કારણે દુ:ખાવો થાય છે. આ પ્રકારની સમસ્યામાં પણ હીંગ ઘણી કારગત સાબિત થાય છે. આ સમસ્યાને હીંગ ચપટીમાં દૂર કરી શકે છે. તે તમને દાંતના દુ:ખાવાની સમસ્યા અને ઈન્ફેક્શનને દૂર કરી શકે છે. તેના માટે હીંગને પાણીમાં ઉકાળી થોડી ઠંડી કરી લ્યો અને જ્યારે થોડું ગરમ પાણી થઈ જાય તો તેના કોગરા કરો. તેનાથી તમને દાંતની સમસ્યામાં રાહત મળશે.

READ ALSO

Related posts

પીએમ મોદીની દાઢીની તુલના નીચે જતી જીડીપી સાથે, શશિ થરુરે શેર કર્યો મેમ

Mansi Patel

ગુજરાત બજેટ : 182 ધારોંસભ્યોમાં ખુશીની લહેર, બજેટમાં નાણામંત્રી નીતિન પટેલની મોટી જાહેરાત

Mansi Patel

અમદાવાદનું નામ કર્ણાવતી કરવા અંગે સીએમએ કોંગ્રેસના ધારસભ્યને આપ્યો લેખિતમાં જવાબ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!