GSTV

ભાગવત બોલ્યા: CAAથી કોઈને ખતરો નથી, ઓવૈસીએ આપ્યો આ મજબૂત જવાબ

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે નાગરિકતા સંશોધન એક્ટ (CAA)ને લઈને નિવેદન આપ્યું છે. તેમને  કાયદાથી કોઈને પણ કોઈ પ્રકારનો ખતરો કે નુકશાન નથી. દેશમાં મુસ્લિમ સમુદાયને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. તેમના આ નિવેદન પર ઓલ ઇન્ડિયા મજલિસ-એઇત્તેહાદુલ મુસલમીન (AIMIM) સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમને જણાવ્યું છે કે અમે લોકો બાઈ નાના બાળકો નહિ કે અમને કોઈ ભ્રમિત કરે. ભાજપે એ જણાવ્યું છે કે CAA+NRCનો અર્થ શું છે? જો આ માત્ર મિસલીમો માટે નથી તો તમામ કાયદાઓ માંથી ધર્મ શબ્દ હટાવી દો.

અમે પ્રદર્શન કરતા રહીશું: ઓવૈસી

ઓવૈસીએ જણાવ્યું, જાણી લો કે અમે વારંવાર પ્રદર્શન કરતા જ રહીશું. જ્યાં સુધી કાયદામાં અમને ભારતીય હોવાનું સાબિત કરવાની વાતરહેશે. અમે તે પ્રકારના તમામ કાયદાઓનો વિરોધ કરીશું, જેમાં લોકોને નાગરિકતા ધર્મના આધારે નકી કરવામાં આવશે.

કોંગ્રેસ આરજેડી પર પણ ઓવૈસીના પ્રહાર

તો, બિહાર ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ અને આરજેડી પર પ્રહાર કરતા ઓવૈસીએ કહ્યું કે હું કોંગ્રેસ આરજેડી અને તેમના ક્લોન થી પણ આ વાત સ્પષ્ટ કરી દઉં કે CAA વિરુદ્ધમાં ચાલી રહેલા પ્રદર્શન દરમ્યાન તમારું મૌન લોકો ભૂલશે નહિ.જયારે ભાજપના નેતા સિમાંચલના લોકોને ઘૂસણખોર કહી રહ્યા હતા. ત્યારે આરજેડી અને કોંગ્રેસ પોતાના મુખે મૌન ધારણ કરીને બેઠા હતા. તેમને કઈ જ ન કહ્યું.

CAA પર મોહન ભાગવતનું નિવેદન

CAAને લઈને મોહન ભાગવતનું નિવેદન

આ પહેલા નાગપુરમાં દશેરાના કાર્યક્રમમાં મોહન ભાગવતે જણાવ્યું હતું કે અમે જોયું છે કે દેશમાં CAA વિરોધી પ્રદર્શન થયા જેમાં સમાજમાં તણાવ ફેલાયો, તેમને જણાવ્યું કે પાડોશી દેશોમાંથી સાંપ્રદાયિક કારણોને લીધે પલાયન કરીને જે લોકો ભારતમાં આવે છે તેમણે આ CAA દ્વારા નાગરિકતા આપવામાં આવશે. ભારતના એ પાડોશી દેશો દેશોમાં સાંપ્રદાયિક પજવણીનો ઇતિહાસ છે. ભારતના આ નાગરિકતા સંશોધન કાયદામાં કોઈ વિશિષ્ટ સંપ્રદાયનો વિરોધ નથી.

આ કાયદાથી કોઈને ખતરો નથી:સંઘ પ્રમુખ

સંઘ પ્રમુખે જણાવ્યું હતું કે જો ભારતના નાગરિક છે તેમને આ કાયદાથી કોઈ ખતરો નથી. બહારથી જો કોઈ આવે છે અને જો તે ભારતનો નાગરિક બનવા માંગે છે તો તેના માટે પણ જોગવાઈ છે. તે પ્રક્રિયા જેમની તેમ છે. આરએસએસ પ્રમુખે જણાવ્યું કે તેમ છતાં કેટલાક તકસાધુ લોકોએ આ કાયદાનો વિરોધ શરૂ કરી દીધો. દેશના વાતાવરણમાં તણાવ ઉભો કરી દીધો.

CAA કોઈપણ ધર્મ  વિશેષ સાથે ભેદભાવ નથી કરતો

ભાગવતે જણાવ્યું કે CAA પર સાર્થક વિચાર કરી શકાત તેના પર ચર્ચા કરવામાં આવત પણ તે પહેલા કોરોના મહામારી આવી ગઈ અને કોમી દાઝ લોકોના મનમાં જ રહી ગઈ. મોહન ભાગવતે જણાવ્યું કે CAA કોઈપણ ધર્મ  વિશેષ સાથે ભેદભાવ નથી કરતો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂતના આક્રમક વલણથી સરકાર બેકફૂટ પર, એક બાદ એક મંત્રી આપી રહ્યા છે સફાઈ

Nilesh Jethva

તમારા કામનું/ ડિસેમ્બરમાં અડધો અડધ મહિનો બેન્કો રહેશે બંધ, પરેશાનીથી બચવા અહીં ચેક કરી લો તારીખોની લિસ્ટ

Bansari

કૃષિ બીલનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ગુરૂ નાનક જન્મ જયંતિ નિમિતે પ્રકાશ પર્વની કરી ઉજવણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!