GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

ગુજરાતમાં ધામા/ ચૂંટણી પહેલા અસદુદ્દીન ઓવૈસી બે દિવસ કચ્છના પ્રવાસે, પયગંબર ટિપ્પણી વિવાદ મામલે આપ્યું મોટુ નિવેદન

ઓવૈસી

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાં રાજકીય પક્ષોના ગુજરાતમાં આંટાફેરા વધી રહ્યા છે. એક બાદ દિગ્ગજો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીઓની નજર ગુજરાત પર છે. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા વિવિધ રાજકીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી છે. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે એઆઈએમઆઈએમના પ્રમુખ બે દિવસના કચ્છના પ્રવાસે છે. તેઓ ભૂજ એરપોર્ટ પર પહોંચતા જ એઆઈએમઆઈએમ પાર્ટીના કાર્યકરોએ તેમનું સ્વાગત કર્યુ હતું. ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માએ કરેલા વિવાદિત નિવેદનને કારણે સમગ્ર દેશમાં તેની સામે રોષ છે અને વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે. ત્યારે તેઓ દેશમાં ચાલતા વિવાદ અંગે પ્રતિક્રિયા આપી હતી.

ઓવૈસી
  • અસદુદ્દીન ઓવૈસી બે દિવસ કચ્છ ના પ્રવાસે…
  • એરપોર્ટ પર AIMIM પાર્ટી ના કાર્યકર્તાઓ સ્વાગત કર્યું
  • AIMIM વિધાનસભા ચૂંટણી માટે ઓવૈસીની કચ્છ મુલાકાત
  • દેશભરમાં ચાલતા વિવાદ સંદર્ભે ઓવૈસીએ કહ્યું, મુજ પે છોડ દો
ઓવૈસી

કેવી રીતે શરૂ થયો હતો વિવાદ

ઉલ્લેખનીય છે કે, કેટલાક દિવસો પહેલા નુપુર શર્માએ એક ટીવી ડીબેટ દરમિયાન પયગંબર મોહમ્મદ અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ અનેક લોકોએ સોશિયલ મીડિયા ઉપર ઉશ્કેરણીજનક નિવેદનો આપ્યા હતા જેના પગલે દિલ્હી પોલીસે એક્શન લીધી છે. નુપુર શર્માને ભાજપમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તેમજ નવીન કુમાર જિંદલને વિવાદાસ્પદ ટ્વિટ લખવા બદલ પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે. નુપુર શર્માને તેમના નિવેદનના લીધે જાનથી મારી નાખવાની ધમકી મળતા તેમણે દિલ્હી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. દિલ્હી પોલીસે કેસ નોંધીને નુપુર શર્માને સુરક્ષા પૂરી પાડી છે.

Read Also

Related posts

સુરત /  ડ્રગ્સ માફિયા અલારખ્ખાની મિલકત પર ફરી વળ્યું સરકારી બુલડોઝર, દ્વારકા બાદ સુરતમાં કાર્યવાહી

Hemal Vegda

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda

સુરેન્દ્રનગરના વસ્તડીમાં રચાયો ઇતિહાસ, 25000થી વધુ રાજપૂતોએ એક સાથે કર્યું શસ્ત્રપૂજન

Hemal Vegda
GSTV