GSTV

અસદઉદ્દીન ઓવૈસીએ કહ્યું, એનપીઆર અને એનઆરસી એક જ સિક્કાની બે બાજુ

Last Updated on December 28, 2019 by

AIMIMના અધ્ય અસદઉદ્દીન ઓવૈસીએ દાવો કર્યો કે એનપીઆર અને એનઆરસી એક જ સિક્કાની બે બાજુ છે. ઓવૈસીના આ દાવાના એક દિવસ પહેલાં જ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ સ્પષ્ટ કર્યુ હતું કે એનપીઆર અને એનઆરસી વચ્ચે કોઈ જ સંબંધ નથી. ઓવૈસીએ દાવો કર્યો કે એનપીઆર અને એનઆરસીના નિયમ એક સરખાં જ છે. ઓવૈસી નાગરિકતા સંશોધન કાયદા, એનઆરસી અને એનપીઆર વિરૂદ્ધ પોતાના અભિયાન અંતર્ગત નિઝામબાદમાં પ્રદર્શન બેઠકને સંબોધિત કરી રહ્યા હતા.

આ દરમિયાન તેઓએ ભાજપના નેતાઓ પર આ મામલે ટીવી ચેનલની મદદથી દુષ્પ્રચાર ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો. ઓવૈસીએ કહ્યું કે 2020ના એનપીઆરમાં પરિવારના સભ્યોના જન્મસ્થાન, જન્મતિથિને લઈને સવાલ પૂછાશે જ્યારે કે 2010ની એનપીઆર પ્રક્રિયામાં આવા કોઈ જ સવાલ ન હતા. ઓવૈસીએ વધુમાં કહ્યું કે જો સરકારની નીતિ સ્પષ્ટ હોત તો તેઓ પહેલાં એનપીઆર અને એનસીઆરની પ્રક્રિયા કરાવત અને બાદમાં નાગરિકતા સંશોધન કાયદો લાવી શક્યા હોત.

READ ALSO

Related posts

અલવિદા જનરલ / દેશે ગુમાવ્યા આજે સેનાના ઉત્તમ નાયક, ક્યારેય નહિ ભૂલી શકે તેમની શૌર્યગાથા

Zainul Ansari

CBSE 2022 / સીબીએસઈ સત્ર 2021-22 માટે ધોરણ 9 અને 11માના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આ તારીખથી શરૂ, શાળાઓએ આ બાબતો કરવી પડશે સુનિશ્ચિત

Zainul Ansari

જોબ એલર્ટ / બેન્કમાં નોકરી કરવા માટેની સોનેરી તક, ફ્રેશર્સ માટે જાહેર કરી બમ્પર ભરતી

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!