GSTV

અમિત શાહ CAAની ચર્ચા દાઢીવાળા વ્યક્તિ સાથે કરશે તો જ ફૂટેજ મળશે, ઔવેસી કાઢી ઝાટકણી

સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના ચીફ અસદુદ્દીન ઓવૈસી ભારે વિરોધ કરી રહ્યાં છે. ત્યારે હવે તેઓએ સીએએ, એનઆરસી અને એનપીઆરને લઈને ગૃહમંત્રી અમિત શાહને ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધી, મમતા બેનર્જી અને અખિલેશ યાદવને નાગરિકતા સંશોધન કાયદા પર ચર્ચા કરવાનો પડકાર ફેંક્યો હતો, જે બાદ ઓવૈસીએ કહ્યું કે તેમની સાથે આ મુદ્દે ચર્ચા કેમ, મારી સાથે દલીલબાજી કરો.

કરીમનગરની એક સભાને સંબોધિત કરતા લોકસભા સાંસદે કહ્યું કે તેઓ સીએએ અને એનઆરસીના મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે. તેઓએ કહ્યું કે ચર્ચા દાઢીવાળી વ્યક્તિ સાથે થવી જોઈએ, જેનાથી તેને ફુટેજ પણ વધુ મળશે.

READ ALSO

Related posts

ટીવી ફ્રિજ ખરીદો અને મેળવો સ્માર્ટફોન મફત, સેમસંગની આ છે ધમાકેદાર ઓફર

pratik shah

IPL 2020/ રોયલ્સને હરાવીને હૈદરાબાદે આશા જીવંત રાખી, ત્રણ ટીમોના થયા એકસરખા પોઈન્ટ

Pravin Makwana

રાજ્યના શહેરમાં બાળકો માટે તૈયાર કરવામાં હૃદય રોગ માટેની અદ્યતન હોસ્પિટલ, દેશ વિદેશના લોકો લઈ શકશે લાભ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!