GSTV
Home » News » છક્કા છે તેઓ જેઓએ ભાજપને આપ્યો છે વોટ, આ નેતાના ભાષણનો વીડિયો વાયરલ

છક્કા છે તેઓ જેઓએ ભાજપને આપ્યો છે વોટ, આ નેતાના ભાષણનો વીડિયો વાયરલ

AIMIMના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસી દ્વારા મહારાષ્ટ્રના નાંદેડમાં આપવામાં આવેલા એક નિવેદન પર બબાલ થઈ ગઈ છે. નાંદેડમાં ચૂંટણી સભા સંબોધતા ઓવૈસીએ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને વોટ આપવામાં 6 ટકા મુસલમાનોને ક્રિકેટના છક્કા બતાવ્યા છે. જેના પર ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયએ સવાલો કર્યા છે.

અમિત માલવિયએ ટ્વીટ કરી કહ્યું કે ઓવૈસીના મત મુજબ 6 ટકા મુસલમાન કે જેઓએ 2014 અને 2019માં નરેન્દ્ર મોદીને વોટ આપ્યા તેઓ છક્કા છે. શું તેઓ તે  હિંદુઓ અંગે પણ તે વાત જ વિચારે છે જેઓએ હૈદરાબાદમાં તેમને અને ઔરંગાબાદમાં એઆઈએમઆઈએમના સાંસદ ઈમ્તિયાઝ જલીલને વોટ આપ્યા છે.

અમિત માલવિયએ આ ટ્વીટમાં નાંદેડમાં અસદુદ્દીન ઓવૈસીના ભાષણનો વીડિયો પણ ટ્વીટ કર્યો છે. આ ભાષણ ઓવૈસી ભાજપ પર સવાલો કરી રહ્યાં છે અને 2014-19માં ભાજપને મળેલા મુસ્લિમ વોટનું આંકલન કરી રહ્યાં છે. ઓવૈસી મહારાષ્ટ્રમાં સતત રેલીઓ કરી રહ્યાં છે, આ વખતે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડી રહી છે. લોકસભા ચૂંટણીમાં ઓવૈસીના પક્ષે પ્રકાશ આંબેડકરની સાથે મળીને ચૂંટણી લડ્યા હતા પરંતુ વિધાનસભા ચૂંટણીમાં આ ગઠબંધન થઈ શક્યું ન હતું.

Read Also

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

13 માસના બાળકને ખોળામાં લઈ અતિક્રમણ હટાવવા પહોંચી આ મહિલા ઓફિસર

Kaushik Bavishi

શરાબની શોખિન જોલીને લગ્નેત્તર સંબંધો પણ હતા, ઠંડે કલેજે 6 લોકોની હત્યામાં થયો મોટા ખુલાસા

Arohi
Do NOT follow this link or you will be banned from the site!