GSTV
Home » News » ઓવૈસીના નિશાને ફરી PM મોદી, 300 બેઠક જીતી દેશમાં મનમાની ન કરી શકે સરકાર

ઓવૈસીના નિશાને ફરી PM મોદી, 300 બેઠક જીતી દેશમાં મનમાની ન કરી શકે સરકાર

એઆઈએમના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીના નિશાને ફરીવાર મોદી સરકાર આવી છે. તેમણે જણાવ્યુ કે, અમે ભારતના ભાડુઆત નહીં પણ હિસ્સેદાર છીએ. હિંદુસ્તાનના પીએમ 300 બેઠક જીતી દેશમાં મનમાની ન કરી શકે. ઓવૈસીએ બંધારણનો હવાલો આપતા જણાવ્યુ કે, અમારી લડાઈ નબળા વર્ગના લોકો માટે શરૂ રહેશે.

આપણે ભારતને આબાદ રાખવાનું છે. જેથી અમે પણ ભારત દેશમાં એક સરખા હિસ્સેદાર છીએ. દેશમાં ભાજપની સત્તા વાપસી થઈ છે. જેથી કોઈ પણ મુસલમાને ભાજપથી ડરવાની જરૂર નથી.  દેશનું બંધારણ દેશના તમામ નાગરિકને ધાર્મિક સ્વતંત્રાનોઓ અધિકાર આપે છે.  દેશના વડાપ્રધાન મંદિર જઈ  શકે તો  દેશના તમામ મુસલમાન ગર્વથી મસ્જિદમાં જઈ શકે છે.

આ પહેલા તેમણે જણાવ્યુ હતુ કે, ભાજપે ચૂંટણીમાં રાષ્ટ્રવાદની ભૂલી અને હિંદુકાર્ડનો ઉપયોગ કર્યો. જેથી ભાજપની ચૂંટણીમાં જીત થઈ. ભાજપે ઈવીએમ નહીં પણ હિંદુઓના દિમાગ સાથે છેડા કર્યા. જેથી ચૂંટણીમાં વિકાસનો મુદ્દો ગાયબ રહ્યો. જેથી ભાજપને ચૂંટણીમાં બહુમતી મળી.

Read Also

Related posts

રાજકોટ : પીઠના ભાગમાં દુખતુ હતું, હોસ્પિટલે સારવાર કરાવી અને મોત થઈ ગયું

Mayur

અમરેલી : સહકારી સંઘના પ્રમુખ તરીકે ભાજપના આગેવાન બિનહરીફ ચૂંટાયા

Mayur

Twitterએ લોન્ચ કર્યુ નવું ડેસ્કટૉપ વર્ઝન, ચેન્જ કરી શકે છે થીમ કલર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!