GSTV
Home » News » VIDEO : ઓઢવમાં ધૂળેટીના દિવસે અસામાજીક તત્વોએ બોલાવી ધડબડાટી

VIDEO : ઓઢવમાં ધૂળેટીના દિવસે અસામાજીક તત્વોએ બોલાવી ધડબડાટી

અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં હર્ષોલ્લાસથી હોળી-ધૂળેટીનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. ઠેર-ઠેર વિવિધ પ્રકારની પરંપરા મુજબ ધાણી-ખજૂર ખાઇને લોકો આ તહેવાર ઉજવે છે. અમદાવાદ શહેરનાં વિવિધ વિસ્તારોમાં પણ અલગ-અલગ રીતે હોળીનો તહેવાર ઉજવાયો હતો. જો કે આનંદ-ઉલ્લાસથી ઉજવણી થાય તો વાંધો નહિં પરંતુ યુવાનીનાં જોશમાં ભાન ભુલીને મર્યાદા ઓળંગે તો ઝઘડાનું કારણ બનતા હોય છે.

અમદાવાદના ઓઢવ રિંગ રોડ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યા. ધૂળેટી રમવા મામલે કેટલાક  યુવકોએ મારામારી કરતા સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો.  ત્યારે મારામારીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

સીસીટીવીમાં જોઈ શકાય છે કે, કેટલાક યુવકો એક યુવકને માર મારી રહ્યા છે.  જોકે, તેને બચાવવા કોઈ પણ આગળ આવતુ નથી. ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ છે  કે, બહારના યુવકો સોસોયટીમા ઘૂસી આવ્યા અને મારામારી કરવા લાગ્યા હતા.

READ ALSO

Related posts

પ્રધાનમંત્રી ઉમેદવારી પત્ર ભરે તે પહેલા NDAના નેતાઓની બેઠક

Mayur

ચંદ્રયાન-2 મિશનને હવે જુલાઈ સુધી કરવામાં આવ્યું સ્થગિત, આ છે કારણ

Arohi

બહુચર્ચિત નારાયણ સાંઈ દુષ્કર્મ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ આજે આપી શકે છે ચુકાદો

Arohi