GSTV
Home » News » મુખ્યમંત્રી તરીકે ખુદ માયાવતી SC-ST એક્ટમાં કરી ચૂક્યા છે સુધારા !

મુખ્યમંત્રી તરીકે ખુદ માયાવતી SC-ST એક્ટમાં કરી ચૂક્યા છે સુધારા !

બીએસપીના સુપ્રીમો માયાવતી ભલે એસસી-એસટી એક્ટ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા વિરુદ્ધ દલિત આંદોલનનું સમર્થન કરી રહ્યા હોય. પરંતુ હકીકત એ પણ છે કે જ્યારે તેઓ ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન હતા. ત્યારે ખુદ માયાવતીએ પણ એસસી-એસટી એક્ટના દુરુપયોગની વાત માની હતી અને તેમણે બે આદેશ પણ આપ્યા હતા. આની પાછળનો ઉદેશ્ય એસસી-એસટી એક્ટના દુરુપયોગને રોકવાનો હતો.

જે એસસી-એસટી એક્ટને લઈને બીએસપી અને તમામ અનુસૂચિત જાતિ સાથે સંબંધિત પાર્ટીઓ દેશના ઘણાં શહેરોને રણક્ષેત્ર બનાવી ચુકી છે. પરંતુ એસસી-એસટી એક્ટમાં ઉત્તરપ્રદેશમાં માયાવતીના કાર્યકાળમાં માત્ર સંશોધન જ કરવામાં આવ્યું ન હતું, પરંતુ તેને હળવો પણ બનાવવામાં આવ્યો હતો. સૌથી મજેદાર વાત એ છે કે આ સંશોધિત એસસી-એસટી એક્ટની જોગવાઈઓ ઉત્તરપ્રદેશમાં હજીપણ લાગુ છે. આજેપણ યુપીમાં એસસી-એસટી એક્ટ અલગ રીતે લાગુ કરવામાં આવે છે અને હવે આમા અહીં સીધી ધરપકડ થતી નથી.

બીજી એપ્રિલે યુપી સહીતના ઘણાં રાજ્યોમાં આ કાયદાને લઈને સડકો પર ઉતરેલા એસસી સંગઠનો દ્વારા હિંસા ફેલાવી હતી. તેને આખા દેશે જોઈ હતી. પરંતુ બીજી એપ્રિલના ભારત બંધમાં થયેલી આ હિંસાના બે દિવસ બાદ 2007માં યુપીની માયાવતી સરકાર દ્વારા આપવામાં આવેલો એક સરકારી હુકમ ફરી એકવાર સામે આવ્યો છે. જેમાં એસસી-એસટી એક્ટને સંશોધિત કરાયો અને કલમ-182 લગાવીને આદેશ આપવા આવ્યો હતો કે જો કોઈ આનો દુરુપયોગ કરશે.. તો તેની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. આ સિવાય એસસી-એસસી એક્ટમાં સીઓ સ્તરના કોઈ અધિકારીની તપાસમાં મામલો યોગ્ય જણાય.. તો ધરપકડની કાર્યવાહી કરવાની જોગવાઈ પણ કરાઈ હતી.

યુપીમાં બીએસપી સુપ્રીમો માયાવતીની સરકારના કાર્યકાળમાં 20મી મે-2007ના રોજ તત્કાલિન મુખ્ય સચિવ પ્રશાંત કુમારે એક સરકારી આદેશ જાહેર કરીને એસસી-એસટી અધિનિયમમાં કેટલાક મોટા ફેરફારો કર્યા હતા. તેના હેઠળ હત્યા અને બળાત્કાર જેવા મામલાઓમાં આ એક્ટ લાગુ કરતા પહેલા એસપી અથવા એસએસપીને પોતાની વિવેચના રજૂ કરવી પડે છે. સરકારી આદેશમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું હતું કે કોઈપણ નિર્દોષને આ કાયદા હેઠળ હેરાન કરવામાં આવે નહીં અને તેને ફસાવવો જોઈએ નહીં. જો કોઈ આમ કરશે તો તેની વિરુદ્ધ કલમ-182 હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. માયાવતીના કાર્યકાળનો આદેશ આજે પણ ઉત્તર પ્રદેશમાં અમલી છે.

જો કે સુપ્રીમ કોર્ટના 20મી માર્ચના ચુકાદા વિરુદ્ધ ઉત્તરપ્રદેશમાં સડકો પર થયેલી હિંસામાં ધરપકડ કરાયેલા લોકોમાં ઘણાં નેતા બીએસપીના છે. માયાવતી ખુદ પણ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો વિરોધ કરી રહ્યા છે. પરંતુ યુપીના મુખ્યપ્રધાન તરીકે તેમના કાર્યકાળમાં તેમની સરકાર દ્વારા આપવામાં આવેલો આદેશ અલગ જ કહાણી રજૂ કરી રહ્યો છે.

માયાવતીની સરકારના આદેશની નકલ સામે આવ્યા બાદ ભાજપ બીએસપી સુપ્રીમો સામે આક્રમક બન્યું છે અને ખુલીને માયાવતી પર આરોપ લગાવાયો છે કે દલિતો અને આદિવાસીઓ માટે બનાવવામાં આવેલા કાયદાને સથી પહેલા અને સૌથી વધુ કમજોર કરવાનું કામ તેમણે કર્યું છે. હવે એ જોવું પણ રસપ્રદ બની રહેવાનું છે કે દરેક વાતનો મુદ્દાસર જવાબ આપવા માટે ટેવાયેલા બીએસપી સુપ્રીમો માયાવતી પોતાના કાર્યકાળમાં યુપીમાં આપવામાં આવેલા સરકારી આદેશ પર ક્યો તર્ક રજૂ કરશે?

Related posts

Photos: કપડા પહેર્યા વગર ભોજન બનાવે છે આ શેફ, કરે છે અધધધ… કમાણી

Arohi

Haryana Election Results 2019: BJPએ પાર કર્યો બહુમતનો આંકડો, હુડ્ડા-ખટ્ટર બંને આગળ

Bansari

એક્ટિંગ શીખવવાના બહાને ગમે ત્યાં સ્પર્શ કરતો…આ એક્ટ્રેસ સાથે ન થવાનું થયું

Bansari
Do NOT follow this link or you will be banned from the site!