GSTV

BJPમાં સિનિયર નેતાઓનું ભાવિ ધૂંધળુ: હાઈકમાન્ડમાંથી ફોન આવ્યો-મૂંગા મરો અને કામે લાગી જાવ, વિરોધ બાદ એકાએક સોપો પડી ગયો

Last Updated on September 17, 2021 by Pravin Makwana

નવા મંત્રીમંડળમાં કોનો સમાવેશ કરવો તે અંગે હાઇકમાન્ડે કઠોર નિર્ણય કર્યો હતો. આખેઆખુ મંત્રીમંડળ બદલી હાઇકમાન્ડે સ્પષ્ટ સંદેશો આપી દીધો હતો. એટલું જ નહીં, મંત્રીમંડળની શપથવિધીની આગલી રાત્રે દિલ્હીથી ફોન આવતા ં જ નારાજ સિનીયર મંત્રીઓના સૂર બદલાયા હતાં અને બધાય સિનિયરોએ નાકલીટી તાણી શરણાગતિ સ્વિકારી લીધી હતી. 

છેલ્લા બે દિવસથી મંત્રી તરીકે કોની પસંદગી કરવી એ અંગે ભાજપના નેતાઓ મંથન કરી રહ્યા હતાં પણ હાઇકમાન્ડે નક્કી કર્યુ હતુંકે, બધાય મંત્રીઓને બદલી નવા ચહેરાઓને સૃથાન આપવુ. આ જોતા સિનિયર મંત્રીઓએ સમાજના નામે રાજકીય ધમકીઓ આપી હતી. મત વિસ્તારોમાં દેખાવો ય શરૂ થયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆતોનો દોર શરૂ થયો હતો. 

એક સમયે એવુ લાગતુ હતુંકે, જો સિનિયર મંત્રીઓની બાદબાકી થશે તો ભાજપમાં ભડકો થશે અને રાજીનામા પડશે. મંત્રીમંડળની શપથવિધી અગાઉ બગાવતના સૂર ઉઠયા હતાં. પણ ચર્ચા એવી છેકે, મધરાતે જ હાઇકમાન્ડનો ધમકીભરી ભાષામાં ફોન આવ્યો હતોકે,કામે લાગી જાઓ નહીતર…

આ ફોન આવ્યા બાદ સિનિયર મંત્રીઓ રીતસર સમસમી ગયા હતા.  વહેલી સવારે તો બધાય સિનિયર મંત્રીઓએ એજ સૂરમા કહેવા માંડયા હતાકે, પક્ષનો નિર્ણય શિરોમાન્ય છે. આ ઉપરાંત વિલામોઢે શપથવિધી સમારોહમાં ય પહેલી હરોળમાં ગોઠવાઇ હતાં. હવે સિનિયર મંત્રીઓની રાજકીય કારર્કિદી સામે સવાલ ઉઠયા હતાં.

READ ALSO

Related posts

મનપા એક્શન મોડમાં, રાજ્યના આ શહેરમાં માત્ર એક જ માસમાં વેરો નહીં ભરનારી 400થી પણ વધુ મિલ્કતો સીલ

Dhruv Brahmbhatt

હિમવર્ષા/ અનંતનાગમાં વધુ બેનાં મોત સાથે મૃત્યુઆંક પાંચ થયો, ઉત્તરાખંડમાં ફસાયેલા બાવન લોકોને બચાવાયા

Bansari

મોદી સરકારે લોકોને તકલીફ આપવામાં નવા રેકોર્ડ સર્જયા, એક વર્ષમાં પેટ્રોલનો ભાવ 23 રુપિયા વધ્યો : પ્રિયંકા ગાંધીના ચાબખાં

Bansari
Do NOT follow this link or you will be banned from the site!