GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીએ 15 વર્ષમાં 113 યાત્રા કરી હતી મોદીએ પાંચ જ વર્ષમાં 92 કરી નાખી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તામાં આવ્યાને ચાર વર્ષ અને સાત માસ થઈ ચુક્યા છે. આ સમયગાળામાં વડાપ્રધાન મોદી 92 વિદેશ પ્રવાસ કરી ચુક્યા છે અને તેની પાછળ બે હજાર 21 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આગામી કેટલાક મહીનાઓ દરમિયાન લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન મોદી માત્ર બે દેશોનો વિદેશ પ્રવાસ કરશે. તો તેઓ વડાપ્રધાન તરીકે દુનિયાના સૌથી વધુ દેશોનો પ્રવાસ કરનારા ભારતના બીજા પીએમ બની જશે. ઈન્દિરા ગાંધીએ વડાપ્રધાન તરીકે સૌથી વધુ 113 દેશોનો વિદેશ પ્રવાસ કરયો હતો. જ્યાં સુધી વડાપ્રધાન મોદીનો સવાલ છે. તેમણે કરેલા 92 વિદેશ પ્રવાસોમાં એક જ દેશની ફરીથી લીધેલી મુલાકાત પણ સામેલ છે અને તેઓ મનમોહનસિંહથી માત્ર એક જ વિદેશ પ્રવાસ દૂર છે. મોદીના પુરોગામી મનમોહનસિંહે વડપારધાન તરીકેના કાર્યકાળમાં 93 વિદેશ યાત્રાઓ કરી હતી. વડાપ્રધાન મોદી અને ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની વિદેશ યાત્રાઓમાં મોટો તફાવત છે.

મનમોહન સિંહની 93 યાત્રાઓ

મનમોહનસિંહે પોતાના દશ વર્ષના કાર્યકાળમાં 93 દેશોની વિદેશ યાત્રા કરી હતી. જ્યારે મોદીએ પોતાના ચાર વર્ષ અને સાત માસના કાર્યકાળમાં 92 દેશોની વિદેશ યાત્રા કરી છે. જ્યારે ઈન્દિરા ગાંધીએ વડાંપ્રધાન તરીકેના પોતાના પંદર વર્ષના કાર્યકાળમાં 113 દેશોની વિદેશ યાત્રા કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 55 વર્ષના કાર્યકાળમાં વિદેશ પ્રવાસો પાછળના ખર્ચની વિગતોને જોવામાં આવે, તો મે-2014થી વડાપ્રધાન બન્યા બાદના તેમના વિદેશ પ્રવાસો પાછળ 2021 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આમા વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રા દરમિયાન ચાર્ટર્ડ ફ્લાઈટ્સ, વિમાનોના રખરખાવ અને હોટલાઈનની સુવિધા પાછળના ખર્ચ સામેલ છે. વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ પોતાની પહેલી વિદેશ યાત્રા જૂન-2014માં કરી હતી. વડાપ્રધાન મોદીની સરખામણીએ પોતાના બીજા કાર્યકાળમાં મનમોહનસિંહે પોતાની 50 વિદેશ યાત્રાઓ દરમિયાન 1350 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. રાજ્યસભામાં એક સવાલના જવાબમાં વિદેશ રાજ્ય પ્રધાન વી. કે. સિંહે આના સંદર્ભે જાણકારી આપી હતી. તેમણે રાજ્યસભામાં આપેલા જવાબમાં 2009થી લઈને 2018 સુધીના સમયગાળમાં ભારતના વડાપ્રધાનના વિદેશ પ્રવાસના તબક્કાવાર ખર્ચની જાણકારી આપી હતી. જો મોદીની 92 દેશોની વિદેશ યાત્રા પર એક દેશ દીઠ થયેલો સરેરાશ ખર્ચ 22 કરોડ છે. જ્યારે યુપીએ-ટુના બીજા કાર્યકાળમાં મનમોહનસિંહની 50 દેશોની વિદેશ યાત્રા દરમિયાન દરેક દેશ દીઠ સરેરાશ ખર્ચ 27 કરોડ રૂપિયા થયો હતો.

કેટલો થયો હતો ખર્ચ

પીએમઓના સૂત્રો મુજબ. મોદીની વિદેશ યાત્રાઓ ટૂંકી રહી છે. રાજ્યસભામાં પ્રધાન દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા પ્રમાણે વિદેશ યાત્રા પર સૌથી વધુ ખર્ચ નવમી એપ્રિલથી સત્તરમી એપ્રિલ-2015ના સમયગાળામાં નવ દિવસીય ફ્રાંસ, જર્મની અને કેનેડાની વિદેશ યાત્રા પર થયો હતો. આ વિદેશ યાત્રામાં ચાર્ટર્ડ ફ્લાઈટ પર 31.25 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. જે અત્યાર સુધીની તેમની વિદેશ યાત્રામાં સૌથી વધુ ખર્ચવાળો પ્રવાસ હતો. ત્યારબાદ 11 નવેમ્બરથી 20 નવેમ્બર-2014ના સમયગાળામાં મ્યાંમાર, ઓસ્ટ્રેલિયા અને ફીજીની મુલાકાત વખતે 22.58 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ તેમની બીજી સૌથી મોંઘી વિદેશ યાત્રા હતી. જ્યારે મનમોહનસિંહની સૌથી મોંઘી વિદેશ યાત્રા 16 જૂનથી 23 જૂન-2012 દરમિયાન મેક્સિકો અને બ્રાઝીલની રહી હતી. જેમાં 23.94 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. ત્યારે મનમોહનસિંહે જી-20 અને રિયો ટ્વેન્ટિ પ્લસ સંમેલનમાં ભાગ લીધો હતો.

480 સમજૂતીઓ પર એમઓયુ કર્યા

વડાપ્રધાન મોદીએ પોતાની વિદેશ યાત્રાઓ દરમિયાન 480 સમજૂતીઓ અને એમઓયૂ પર હસ્તાક્ષરો કર્યા છે. વિદેશ યાત્રાની દ્રષ્ટિએ મોદી માટે 2015-16નું વર્ષ બેહદ વ્યસ્ત રહ્યું હતું. 2015-16ના વર્ષમાં વડાપ્રધાન મોદીએ 24 દેશોની વિદેશ યાત્રા કરી હતી. આ વર્ષે તેમણે અમેરિકા, ઈંગ્લેન્ડ, જર્મની અને કેનેડાની મુલાકાત લીધી હતી. 2016-17 અને 2018-19માં અત્યાર સુધીમાં તેમણે 18 દેશો, તથા 2017-18માં 19 દેશોની વિદેશ યાત્રા કરી હતી. પીએમ મોદીએ પોતાના કાર્યકાળના પહેલા વર્ષમાં 2014-15માં 13 દેશોની વિદેશ યાત્રા કરી હતી. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ ખુદ બિનજોડાણવાદી આંદોલન અને આઝાદી બાદ વૈશ્વિક સ્તરના નેતા હતા. તેમણે 1947થી 1962 સુધીના સમયગાળામાં 68 દેશોની વિદેશ યાત્રાઓ કરી હતી. તેઓ પોતાની પહેલી મુલાકાતે 1949માં 11થી 15 ઓક્ટોબર દરમિયાન અમેરિકાની મુલાકાતે ગયા હતા. તેમના પછી ઈન્દિરા ગાંધીએ પંદર વર્ષના કાર્યકાળમાં 113 દેશોની યાત્રા કરી છે. જ્યારે વિદેશ પ્રધાન અને વડાપ્રધાન બન્યા બાદ અટલબિહારી વાજપેયીએ પોતાના કાર્યકાળ દરમિયાન 48 દેશોની વિદેશ યાત્રાઓ કરી છે.

ચૌધરી ચરણસિંહની યાત્રાઓ

ભારતના પાંચમા વડાપ્રધાન ચૌધરી ચરણસિંહે 28 જુલાઈ-1979થી 14 જાન્યુઆરી-1980 દરમિયાનના પોતાના કાર્યકાળમાં એકપણ વિદેશ યાત્રા કરી ન હતી. રાજ્યસભામાં વિદેશ રાજ્ય પ્રધાન જનરલ વી. કે. સિંહે એવા ટોપ-ટેન દેશોની પણ જાણકારી આપી હતી કે જ્યાંથી ભારતમાં સૌથી વધુ એફડીઆઈ આવી છે. જનરલ વી. કે. સિંહે કહ્યુ છે કે 2014માં એફડીઆઈ 30930.4 મિલિયન અમેરિકન ડોલરથી વધીને 2017માં 43478.27 મિલિયન અમેરિકન ડોલર થઈ હતી. હતો. મહત્વપૂર્ણ છે કે જનરલ વી. કે. સિંહ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વિગતોમાં 2017-18 અને 2018-19માં વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓ દરમિયાન હોટલાઈન સુવિધાઓ પરનો ખર્ચ સામેલ નથી. આંકડાઓ મુજબ.. 2014-15માં વિદેશ પ્રવાસો માટે ચાર્ટર્ડ ફ્લાઈટ પર ખર્ચ 93.79 કરોડ, 2015-16માં 117.89 કરોડ, 2016-17માં 76.27 કરોડ અને 2017-18માં 99.32 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો.

READ ALSO

Related posts

મહારાષ્ટ્રના પાલઘરમાં પાંચ બાળકોના મોત, પગ લપસી જતાં ઉંડી ખાઈમાં ફસાઈ જતાં મોતને ભેટ્યા

Harshad Patel

કાનપુરમાં શહીદ થયેલા આઠ પોલીસ કર્મીને યોગી આદિત્યનાથે આપી શ્રદ્ધાંજલી

Mansi Patel

મંત્રીમંડળના વિસ્તરણ બાદ સિંધિયાએ ફેંક્યો પડકાર, ‘ટાઈગર અભી જિંદા હૈ’…

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!