બિહારના રાજકારણમાં અંતે મોટી ઉથલપાથલ થઈ ગઈ અને નીતિશ કુમારે ભાજપનો હાથ છોડી દીધો. નીતિશના આ નિર્ણયથી ભાજપ હતપ્રભ થઈ ગયો છે કેમ કે નીતિશ ભાજપ કરતાં એક કદમ આગળ નિકળીને વધારે શાણા સાબિત થયા છે.

બિહારમાં 2017થી ચાલી રહેલું ભાજપ અને જેડીયૂના ગઠબંધનનો અંત આવી ગયો છે.. નીતીશ કુમારે ભાજપ સાથેથી અલગ થવાનો નિર્ણય લીધો બિહારમાં ભાજપ નીતિશ કુમાર સરકારના મંત્રી અને જેડીયુના ધારાસભ્યોને તોડીને બિહારમાં સરકાર રચવાની ફિરાકમાં હતો પણ ભાજપ પોતાની યોજના અમલમાં મૂકે એ પહેલાં નીતિશ પોતાનો દાવ ખેલી નાંખ્યો. નીતિશે ભાજપ પોતાને ઉથલાવવા માટે કાવતરાં ઘડી રહ્યો હોવાના સજ્જડ પુરાવા એકઠા કર્યા છે.
જે બાદ નીતીશે સીધી રીતે ભાજપનો સાથ છોડવાનો નિર્ણય કર્યો હોવાથી ભાજપ કશું બોલવાની સ્થિતીમાં જ નથી. ભાજપના નીતિશને ઘરભેગા કરવા માટે મંત્રી-ધારાસભ્યોને ઓફર આપતા હોય એવી વાતોની છ ઓડિયો ક્લિપ નીતિશ પાસે હોવાનો દાવો થયો છે. સૂત્રોની વાત માનીએ તો નીતિશ અમિત શાહ સાથેની વાતચીતમાં આ ઓડિયો ક્લિપનો ઉલ્લેખ કર્યો હતો. એ સાંભળીને શાહ પણ બચાવની સ્થિતીમાં આવી ગયા હતા. શાહ પાસે ભાજપના નેતાઓની હરકતો અંગે દિલગીરી વ્યક્ત કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો રહ્યો.
READ ALSO
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ
- મોહમ્મદ શમી સહિત ત્રણ ખેલાડીઓને ICCએ પ્લેયર ઓફ ધ મંથ માટે કર્યા નોમિનેટ
- સુરત/ સંબંધોને શર્મસાર કરતો કિસ્સો, સગા દિયરે ભાભીનો બીભત્સ વીડિયો તેના ભાઈને મોકલી કર્યો વાયરલ
- અમદાવાદ / નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહનો આપઘાત, અંબાજી પ્રસાદ કેસમાં હતો આરોપી