GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતા 23 દરવાજા ખોલવામાં આવ્યા, કાંઠા વિસ્તારમાં એલર્ટ જાહેર

નર્મદા ડેમમાં પાણીનો સતત આવરો વધી રહ્યો છે. હાલ ડેમની સપાટી 136.58 મીટર પહોંચી છે. 6 લાખ 76 હજાર 558 ક્યુસેક પાણીની આવક છે. પાણીની ભારે આવકથી 23 દરવાજા 3.9 મીટર સુધી ખોલાયા છે અને 5 લાખ 84 હજાર 915 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.

ડેમમાં આવક વધુ રહે તો 10 લાખ ક્યુસેક સુધી પાણી છોડવાની શકયતા રહેલી છે. નર્મદા નિગમની નિગમની વડોદરા ખાતે આવેલા ડેમ અને પાવર હાઉસ સર્કલ ઓફિસ દ્રારા આ પત્ર જાહેર કરાયો છે. નર્મદા,ભરૂચ અને વડોદરાના કાંઠા વિસ્તારમાં એલર્ટ અપાયું છે. અને ત્રણેય જિલ્લા કલેકટરને આ અંગે સાબદા કરાયા છે. હાલ ડેમમાં – 5076 mcm લાઈવ સ્ટોકનો જથ્થો સંગ્રહ થઈ રહ્યો છે.

નર્મદા જળાશય વિગતો :-

  • પુન જળાશય સપાટી :- 138.68 મીટર ( 455 ફૂટ )
  • મહત્તમ જળાશય સપાટી :- 140.21 ( 460 ફૂટ )
  • ન્યુનતમ જળ સપાટી :- 110.64 મીટર ( 363 ફૂટ )
  • જળાશયની કુલ સંગ્રહ શક્તિ :- 7.70 મિલિયન એકર ફૂટ
  • જળાશય જીવંત સંગ્રહ શક્તિ :- 4.73 મિલિયન
  • જળાશયની નિર્જીવ સંગ્રહ શક્તિ :- 2.97 મિલિયન એકર ફૂટ
  • જળાશયની લંબાઈ :- 215 કિ.મી ( પુન જળાશય સપાટીએ )
  • જળાશયની મહત્તમ પહોરાઈ :- 16.10 કી.મી
  • જળાશયની સરેરાશ પહોરાઈ :- 1.77 કી.મી ( પુન જળાશય સપાટીએ )

મુખ્ય બંધ :-

  • પ્રકાર :- કોન્કી ટ ગ્રેવીટી
  • બંધની લંબાઈ :- 1210 મીટર ( 3970 ફૂટ )
  • બંધના મથાળાની સપાટી :- 146.50 મીટર ( 480.60 ફૂટ )

ઉડામાં ઉડા પાયાની સપાટીથી

  • બંધની મહત્તમ ઉંચાઈ :- 163 મીટર ( 535 ફૂટ )
  • બંધની છલતીના મથાળાની સપાટી :- 121.92 મીટર
  • દરવાજાની સંખ્યા :- 30 ગેટ
  • છલતીની પાણી વહેવડાવવાની શક્તિ :- 84949.25 ધન પ્રતિ સેકન્ડ ( 30 લાખ ધન ફૂટ પ્રતિ સેકન્ડ )

વિદ્યુત મથક :-

  • નદીના તટ પ્રદેશમાનું વિદ્યુત મથક :- 200 મેગા વોટ ના એક એવા 6 યુનિટ
  • સ્થાપન શક્તિ :- 6 × 200 = 1200 મેગા વોટ
  • નહેરના બારા પાસેનું વિધુત મથક :- 5 × 50 = 250 મેગા વોટ

નર્મદા મુખ્ય નહેર :-

  • બારા પાસે પુન વહન સપાટી :- 91.45 મીટર ( 300 ફૂટ )
  • ગુજરાત રાજસ્થાન સરહદ સુધી
  • લંબાઈ :- 458 કી.મી

READ ALSO

Related posts

અમદાવાદથી સુરત પાર્સલ મોકલવામાં મુશ્કેલી પડતાં ST બસ સ્ટેન્ડ પર રઝળી પડ્યા પાર્સલ

Mansi Patel

કોરોનાના ફફડાટ વચ્ચે મોદી સરકાર માટે આવી ઘણા મહિના બાદ ખુશખબર, નવો રેકોર્ડ બન્યો

Ankita Trada

કિંમ જોંગ કરતાં બહેન છે વધુ માથાભારે, ટ્રમ્પ સાથે શિખરવાર્તા પર પૂર્ણવિરામ મૂકી દીધું

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!