ભારત સરકારે ઘંઉનો લોટ અને ચોખાની નિકાસ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. જુલાઈમાં ઘંઉના લોટ અને ઓગષ્ટમાં ચોખાની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધની અસર હવે વિદેશોમાં વર્તાઈ રહી છે અને તેથી સૌથી વધુ તકલીફ વિદેશમાં વસતા ભારતીયોને પડી રહી છે.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ દ્વારા 7 જુલાઈના રોજ આદેશ આપ્યો હતો. એ અગાઉ એપ્રિલમાં 96000 ટન ઘઉંનો લોટ નિકાસ કરવામાં આવ્યો હતો ત્યારે વિદેશી વેપારીઓએ ઘઉંના લોટનો સંગ્રહ કર્યો હતો જે હવે ખાલી થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જર્મની સહિત અનેક દેશોમાં ભારતીય ઘઉંનો લોટ અને ચોખાની અછત થતા ત્યાં વસતા પ્રવાસી ભારતીયોને ભારે હાલાકીને સામનો કરવો પડે છે.
ઉપરાંત હોટલ અને રેસ્ટ્રોરન્ટ્માં પણ એક નાન કે રોટલી માટે 3 થી 4 ડોલર ચુકવવા પડે છે. તો બીજી તરફ 10 કિલો ઘઉંનો લોટ લેવા માટે પણ 4 થી 5 યુરો વધુ ચુકવવા પડે છે. ભાત અને રોટલીના શોખીન બનતા જતા વિદેશીઓને પણ મુશ્કેલી પડી રહી છે.
- બિહાર : પટનામાં 26મી પૂર્વ ક્ષેત્રીય પરિષદની બેઠક શરૂ, દોઢ વર્ષ બાદ નીતિશ કુમાર અને અમિત શાહ મળ્યા
- Chanakya Niti: આ 5 લોકો પાસે ક્યારેય નથી ટકતા પૈસા, જીવનભર રહે છે પરેશાન
- “ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા
- અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ
- જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ