GSTV

Big Breaking / વધુ એક રાત જેલમાં વિતાવશે આર્યન ખાન, જામીન અરજી પર આવતીકાલે થશે સુનાવણી

આર્યન

Last Updated on October 13, 2021 by Zainul Ansari

શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન ફરી એકવાર આગામી તારીખ માટે મુલતવી રાખવામાં આવી છે. 13 ઓક્ટોબર બુધવારે સેશન્સ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આર્યનને જામીન મળી શક્યા ન હતા. આર્યને વધુ એક રાત જેલમાં વિતાવવી પડશે. કોર્ટમાં આર્યનના વકીલ અને એનસીબી વચ્ચેની ચર્ચા લાંબા સમય સુધી ચાલી હતી, ત્યારબાદ કોર્ટે આર્યનની જામીન અંગેનો નિર્ણય બીજા દિવસ માટે અનામત રાખ્યો છે. 

જામીનની આ સુનાવણી સેશન્સ કોર્ટમાં અંદાજે ત્રણ વાગ્યે શરૂ થઈ હતી. તેના પછી આર્યનની જામીન પર NCB અને આર્યનના વકીલે દલીલો રજૂ કરી. આ સુનાવણી સાંજ સુધી ચાલી હતી. નોંધનીય છે કે જે જેલમાં આર્યન ખાન બંધ છે તે સાંજે 5.30 કલાકે બંધ થઈ જાય છે. જેલ બંધ થયા પછી સ્પષ્ટ છે કે જામીન નહીં મળે. હવે આર્યન ખાનની જામીન પર કોર્ટ 14 ઓક્ટોબરે એટલે ગુરુવારે ચુકાદો આપશે.

NCBએ લગાવ્યા ગંભીર આરોપ

આર્યન ખાને ચરસના સેવનની વાતનું સ્વીકાર કર્યું છે. ડ્રગ્સ કેસમાં સહ આરોપી અરબાઝ મર્ચન્ટ પાસેથી 6 ગ્રામ ચરસ મળ્યું છે. આ ચરસનું સેવન બંને ક્રૂઝ શિપમાં કરવાના હતા. NCBએ બુધવારે કોર્ટમાં દાખલ પોતાના જવાબમાં આ વાત કહી છે. તેની સાથે જ એજન્સીએ કોર્ટમાં જણાવ્યું કે પ્રાથણિક તપાસમાં જાણવા મળ્યું કે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાને પ્રતિબંધિત માદક પદાર્થની ખરીદી અરબાઝ પાસેથી કરી હતી. આર્યન ખાનની જામીન અરજી પર સુનાવણી દરમિયાન એજન્સીએ જણાવ્યું કે તપાસ દરમિયાન મળેલા પદાર્થોની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પ્રતિબંધિત પદાર્થોની ગેરકાયદે ખરીદી અને વિતરણમાં આર્યન ખાનની શંકાસ્પદ ભૂમિકા હતી.

એજન્સીએ આર્યન ખાનના જામીનનો વિરોધ કરતા જણાવ્યું કે તેના કેસને અલગથી જોઈ શકાતો નથી કારણ કે બધા એક સાથે જ હતા. આવી સ્થિતિમાં જો કોઈની પાસેથી કોઈ વસ્તુ મળી આવે અને કોઈની પાસેથી નહીં તો આ મુદ્દો રહેતો નથી. એજન્સીએ સ્વીકાર્યું કે આર્યન ખાન સાથે કોઈ ડ્રગ્સ નથી મળ્યું, જ્યારે અરબાઝ મર્ચન્ટ પાસે 6 ગ્રામ ચરસ મળ્યું છે. નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ જણાવ્યું કે આ તમામ લોકો મોટી ચેનનો ભાગ છે.

આર્યનના વકીલનો પક્ષ

આર્યન ખાનના વકીલે કોર્ટમાં પોતાની વાત રાખતા સ્પષ્ટ કર્યું કે આર્યન ખાન પાસે કોઈ પણ પ્રકારનું ડ્રગ્સ નથી મળ્યું. તેની પાસેથી કોઈ પણ રોકડ નથી મળી. આર્યન ખાન, મુનમુન ધમેચાને પણ નથી ઓળખતો. NCBએ ત્રણેયની ક્રૂઝ પરથી ધરપકડ કરી હતી. પરંતુ આર્યન મુનમુનને નથી ઓળખતો.

ડ્રગ્સ કેસમાં ફસાયેલો આર્યન ખાન હાલ આર્થર રોડ જેલમાં છે. તેના જામીન પર તેના વકીલો છેલ્લા ઘણા દિવસોથી સખત મહેનત કરી રહ્યા છે, પરંતુ દરેક વખતે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) કેટલાક પેંચ ફસાવી દે છે. 11 ઓક્ટોબરે સેશન્સ કોર્ટમાં આર્યનના જામીન પણ રદ કરવામાં આવ્યા હતા.

ઇમ્તિયાજ ખત્રીને પૂછપરછ માટે ફરી બોલાવ્યા

Aryan Khan

NCBએ મુંબઈ ક્રૂઝ શિપ ડ્રગ્સ કેસમાં ફિલ્મ નિર્માતા અને બાંદ્રા સ્થિત બિલ્ડર ઈમ્તિયાઝ ખત્રીને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. આ ત્રીજી વખત છે જ્યારે તેને NCB દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું છે. મંગળવારે NCB દ્વારા ઇમ્તિયાઝ ખત્રીની ત્રણ કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી અને પછી તેને છોડી દેવામાં આવ્યો હતો. તેમણે ફરીથી એજન્સી સમક્ષ હાજર થવું પડશે કારણ કે તેમનું વિગતવાર નિવેદન નોંધવાનું બાકી છે.

Read Also

Related posts

કોંગ્રેસ દમ દેખાડ્યો/ બિહારમાં આજથી મહાગઠબંધન ખતમ, એકલા હાથે ચૂંટણી લડશે કોંગ્રેસ પાર્ટી

Pravin Makwana

BIG NEWS / ગુજરાત કોંગ્રેસ નેતાઓની હાઇકમાન્ડ સાથેની બેઠક પૂર્ણ, જાણો કોને-કોને સોંપાઇ શકે છે મોટી જવાબદારી

Dhruv Brahmbhatt

સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારતીય મહિલા સેનાની સરકાર સામે થઈ મોટી જીત, આટલી મહિલાઓને મળ્યું પરમાનેંટ કમિશન

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!