GSTV

Video: આર્યન ખાનને ના મળ્યાં જામીન, તરત જ શાહરૂખને દિલાસો આપવા મન્નત પહોંચ્યો સલમાન ખાન

સલમાન

Last Updated on October 14, 2021 by Bansari

બોલીવુડ અભિનેતા સલમાન ખાન થોડા સમય પહેલા શાહરૂખ ખાનના ઘરે મન્નત પહોંચ્યા છે. આર્યન ખાનની કોર્ટમાં જામીનને લઈને સુનાવણી ટળી ચૂકી છે. શાહરૂખ ખાનને સપોર્ટ કરવા માટે જ સલમાન ખાન અભિનેતાના ઘરે પહોંચ્યા હતા. શાહરૂખ ખાને હજુ સુધી એક પણ વખત કોર્ટની સુનાવણી અટેન્ડ કરી નથી. દરેક સેશનમાં તેમની મેનેજર પૂજા દદલાણી અને બોડીગાર્ડ જ જોવા મળી રહ્યા છે.

સલમાન

શાહરૂખ ખાનને મળવા પહોંચ્યા સલમાન ખાન

12 ઓક્ટોબરે સલમાન ખાન પોતાના પિતા સલીમ ખાનની સાથે શાહરૂખ ખાનને મળવા પહોંચ્યા હતા. 13 ઓક્ટોબર એટલે કે આજે સાંજે પણ સલમાન એક્ટરના ઘરે તેમને સપોર્ટ કરવા પહોંચ્યા.

સોશ્યલ મીડિયા પર સલમાન ખાનના મન્નત પહોંચ્યાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પૂજા દદલાણી શાહરૂખ ખાનના 2012થી મેનેજર છે. પરિવારના તેઓ ઘણા નજીક છે. તેમને આર્યન ખાન માટે કોર્ટમાં રડતા પણ જોવા મળ્યા હતા, જ્યારે તેમની જામીનની અરજીને રિજેક્ટ કરી દીધી હતી.

સલમાન

આર્યનની ધરપકડ બાદ શાહરૂખ ખાન ટ્રોલ

આર્યન ખાને 2 ઓક્ટોબરે મુંબઈથી ગોવા જનારા ક્રૂઝ શિપમાં થનારી ડ્રગ પાર્ટીથી સંબંધ હોવા માટે ધરપકડ કરવામાં આવી હતી. જોકે આર્યન ખાનની પાસે કોઈ ડ્રગ્સ જપ્ત થયુ નથી. આર્યન ખાનની ધરપકડ બાદથી સતત તેમને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. શાહરૂખ ખાનના સપોર્ટમાં સમગ્ર બોલીવુડ ઈન્ડસ્ટ્રી આવી રહી છે. રવીના ટંડને ટ્વીટ કરી લખ્યુ હતુ કે શર્મિંદગીથી ભરેલા રાજકારણ રમી રહ્યા છે. આ એક યુવાનનુ જીવન અને ભવિષ્ય છે જેની સાથે લોકો રમત રમી રહ્યા છે. દિલ તૂટનારી વાત છે.

તાજેતરમાં જ આ શંકા પણ વ્યક્ત કરવામાં આવ્યુ હતુ કે આર્યન ખાનની ધરપકડ રાજનીતિ સાથે જોડાયેલી છે. પૂજા ભટ્ટે ટ્વીટ કરીને આર્યન ખાનની સાથે સેલ્ફી લેનારા શખ્સ અને એનસીબી પર નિશાન સાધ્યુ હતુ. આર્યન ખાન સાથે વાયરલ સેલ્ફીમાં દેખાતા શખ્સને કોઈ રાજનેતાનો પ્રાઈવેટ ડિટેક્ટિવ જણાવ્યો હતો. આ મામલાની વચ્ચે કેટલાક સેલેબ્સ આર્યન ખાન અને શાહરૂખ ખાનના સપોર્ટમાં આવ્યા.

Read Also

Related posts

Bigg Boss 15/ અફસાનાને સલમાનની ફટકાર, ઇન્ટિમેસીને લઇ ઈશાન-માઇશાની લાગી ક્લાસ

Damini Patel

વાયરલ પડતાલ/ બેરોજગારોને દર મહિને 3500 રૂપિયા આપી રહી છે મોદી સરકાર, જોઈ લો શું છે સત્ય હકીકત

Pravin Makwana

શાન ઠેકાણે આવી/ ગરીબોની મદદ કરવાનું વચન આપ્યું શાહરૂખના દિકરાએ, NCB ને કહ્યું- કંઈક એવું કરીશ જેનાથી આપને મારા પર ગર્વ થશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!