IPL 2022ની પહેલી મેચમાં કોલકતા નાઇટ રાઇડર્સ (KKR) ટીમના માલિક શાહરૂખ ખાનના દિકરા આર્યન ખાન સાથે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મેચ જોતા એક મિસ્ટ્રી ગર્લ સ્પોટ થઇ હતી, જે બાદ સોશિયલ મીડિયા પર સનસની મચી ગઇ. સોશિયલ મીડિયા પર આર્યન ખાન સાથે આ મિસ્ટ્રી ગર્લના ફોટોઝ ખૂબ જ વાયરલ થઇ રહ્યા છે. જે બાદ સૌકોઇ જાણવા માગે છે કે આખરે આ હસીના કોણ છે, જે આર્યન ખાન સાથે મેચ જોઇ રહી છે.
આર્યન ખાન સાથે મેચ જોવા આવી હતી આ ખૂબસુરત હસીના
તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સના માલિક શાહરૂખ ખાન સ્પેનમાં પોતાની ફિલ્મ પઠાણના શૂટિંગમાં વ્યસ્ત છે. શાહરૂખ ખાનની ગેરહાજરીમાં તેનો પુત્ર આર્યન ખાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ટીમને પ્રોત્સાહિત કરવા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પહોંચ્યો હતો. આર્યન ખાનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં તે તેની ટીમનો ઉત્સાહ વધારવા માટે તેના મિત્રો સાથે જોવા મળી રહ્યો છે.
મિસ્ટ્રી ગર્લએ અચાનક સસ્પેન્સ વધારી દીધું
વાયરલ થઈ રહેલી મિસ્ટ્રી ગર્લની તસવીર આ દરમિયાન તેની ફ્રેન્ડ અને જૂહી ચાવલાની દીકરી સાથે જોવા મળી ન હતી, પરંતુ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે જેમાં આર્યન ખાન એક મિસ્ટ્રી ગર્લ સાથે જોવા મળી રહ્યો છે. આર્યન ખાન સાથે આ સુંદર છોકરીને જોઈને લોકો કોલકાતા નાઈટ રાઈડર્સ અને નવા કેપ્ટન શ્રેયસ અય્યરની જીત વિશે વાત કરવાનું ભૂલી ગયા અને તેના વિશે જાણવા માટે સતત ઉત્સુક છે. આ તસવીરોમાં આર્યન ખાન બ્લેક ટી-શર્ટમાં જોવા મળ્યો હતો, જ્યારે ત્યાં આ મિસ્ટ્રી ગર્લ તેની સાથે સફેદ ક્રોપ ટોપમાં જોવા મળી હતી.આપને જણાવી દઈએ કે પહેલા જ મેચમાં KKRએ CSKને 6 વિકેટથી હરાવ્યું હતું.
Read Also
- સરકારની સ્પષ્ટતા / ઘરના ભાડા પર સરકારની ચોખવટ, હવે માત્ર આ લોકોએ ભરવો પડશે 18% GST
- BIG BREAKING / યુરોપના મોન્ટેનેગ્રોમાં અંધાધૂંધ ગોળીબાર, અત્યાર સુધીમાં 11ના મોત
- RBIની રિકવરી એજન્ટ વિરુદ્ધ લાલ આંખ / લોન લેનાર ગ્રાહકને હેરાન કરાશે તો કડક પગલાં લેવામાં આવશે
- ‘મોંઘવારીના ઘા પર મીઠું ભભરાવવુંֹ’ જેવી સ્થિતિ, હવે મીઠું પણ થશે મોઘું
- શાંઘાઈમાં હેક થયો 4.85 કરોડ કોવિડ એપ યુઝર્સનો ડેટા, હેકરે કહ્યું- 4 હજાર ડોલરમાં ખરીદી લો