GSTV
Home » News » દેશમાં માત્ર પાંચ થી સાત જ મોટી બેંકોની જરૂરિયાતઃ અરવિંદ સુબ્રમણિયન

દેશમાં માત્ર પાંચ થી સાત જ મોટી બેંકોની જરૂરિયાતઃ અરવિંદ સુબ્રમણિયન

સાર્વજનિક ક્ષેત્રની બેંકોનો મૂડી આધાર મજબૂત બનાવવા માટે સરકાર તરફથી 2.121 લાખ કરોડના  રૂપિયાની મૂડી સમર્થનની ઘોષણાના એક દિવસ બાદ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણિયને આજે  બેકિંગ ક્ષેત્ર તથા સુદ્રઢીકરણ પર ભાર મૂક્યો હતો.

તેમણે કહ્યુ હતું કે દેશમાં માત્ર પાંચથી સાત જ મોટી બેંકોની જરૂરિયાત છે.

તેઓ  શિરોમણિ ગુરૂતેગ બહાદુર ખાલસા કોલેજમાં એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં બેકિંગ પરિવેશમાં દેશમાં સાર્વજનિક અને ખાનગી ક્ષેત્રમાં એવી મોટી બેંકો હોવી જોઈએ જે ઘરેલું સ્તરે પ્રતિસ્પર્ધી હોવાની સાથેસાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિસ્પર્ધી હોય.

તેમણે આ માટે ચીનનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે  તે ત્યાં 4 મોટી બેંક છે જે વિશ્વની સૌથી મોટી બેંકમાં સ્થાન પામે છે.  તેમણે કહ્યું હતું કે આજે પ્રશ્ન એ થઈ રહ્યોછે કે શું  બેકિંગ પ્રણાલીમાં ખાનગી ક્ષેત્રની વધારે ભાગીદારી હોવી જોઈએ ખરી?

Related posts

Aadhaar કાર્ડ સાથે જલદી રજિસ્ટર કરાવો તમારો મોબાઈલ નંબર, રહેશો આટલા લાભથી વંચિત

Dharika Jansari

GSTમાં થયેલા ઘટાડા બાદ સૌથી વધુ ફાયદો આ ક્ષેત્રને થયો

Mayur

સેન્સેક્સમાં 2000 પોઇન્ટનો અભૂતપૂર્વ ઉછાળો, રોકાણકારો એક રાતમાં માલામાલ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!