GSTV
Home » News » PM મોદીનાં ચાહકોનું લીસ્ટ લાંબુ, વારાણસીનાં પ્રશંસકે વડાપ્રધાનનાં જન્મ દિવસ નિમીતે કર્યુ આ કાર્ય

PM મોદીનાં ચાહકોનું લીસ્ટ લાંબુ, વારાણસીનાં પ્રશંસકે વડાપ્રધાનનાં જન્મ દિવસ નિમીતે કર્યુ આ કાર્ય

BJPનો મુખ્ય ચહેરો અને દેશનાં ગુજરાતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મ દિવસ છે. ગુજરાતની મુલાકાતે આવેલા પીએમ મોદીનાં પ્રશસંકો દેશનાં સીમાડા વટાવીને વિદેશમાં પણ વસે છે. આજે ઠેર ઠેર પીએમ નરેન્દ્ર મોદીનાં જન્મ દિવસની ઉજવણી થઇ રહી છે. તેમજ ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીનાં જન્મ દિવસને સેવા સપ્તાહ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જો કે પીએમ મોદીનાં પ્રશંસકોનું લિસ્ટ લાંબું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકની દેશમાં કોઇ કમી નથી. મોદીની લોકપ્રિયતાનો અંદાજ તેમના ફેનની નિષ્ઠાથી લગાવી શકાય છે. વારાણસીથી વડા પ્રધાનના એક ચાહકે તેમના જન્મદિવસ પર ભગવાન હનુમાનને સોનાનો મુકુટ અર્પણ કર્યો છે.

વડા પ્રધાન મોદીની લોકપ્રિયતા તેમના ચાહકો વચ્ચે એટલી છે કે તેઓ તેમના માટે કાંઇ પણ કરવા માટે તૈયાર છે. આજે વડા પ્રધાન મોદીના જન્મદિવસ પર તેમના ફેન અરવિંદ સિંહ વારાણસીમાં સંકટ મોચન મંદિરમાં ભગવાન હનુમાનને સોનાનો મુકુટ ચઢાવ્યો છે.

વડા પ્રધાનના જન્મદિવસ પર અરવિંદ સિંહે જણાવ્યું કે લોકસભા ચૂંટણીથી પહેલા તેમણે શપથ લીધી હતી કે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં ફરી એકવાર સરકાર બનાવશે તો તેઓ 1.25 કિલોનો સોનાનો તાજ ભગવાન હનુમાનને ભેટ ચઢાવશે.

READ ALSO

Related posts

પોર્ન સાઈટ પર નીતીશની વોર્નિંગ, દેશભરમાં આવી વેબસાઈટ બંધ કરે કેન્દ્ર સરકાર

Nilesh Jethva

સંસદમાં ઉન્નાવ : એક તરફ રામ મંદિર બની રહ્યુ છે, અને બીજીબાજુ સીતા મૈયાને સળગાવવામાં આવી રહ્યા છે

Mansi Patel

અયોધ્યા નિર્ણય પર રિવ્યુ પીટિશન માટે સુપ્રિમ કોર્ટમાં 4 નવી અરજીઓ દાખલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!