ખેડૂતોના પ્રદર્શનમાં કેજરીવાલે કહ્યું કે વારંવાર કિસાનો દિલ્હી આવે

દેશભરના હજારો ખેડૂતો દેવામાફી સહિતની માગોને લઈને દિલ્હીમાં ભેગા થયેલા ખેડૂતોનું દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સ્વાગત કર્યું. કેજરીવાલે ખેડૂતોને વારંવાર દિલ્હી આવવા અનુરોધ કર્યો. કેજરીવાલે ભાજપ અને મોદી સરકાર સામે પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે ભાજપે પાછલી ચૂંટણી પહેલા ખેડૂતોને જેટલા વચનો આપ્યા તે તમામ વચનો પૂરા કરવામાં ફરી ગઈ છે. સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરવાનું વચન આપ્યું હતું. પરંતુ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું આપ્યું કે સ્વામીનાથન રિપોર્ટ લાગુ કરી શકાય તેમ નથી. જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યપ્રધાન અને નેશનલ કોન્ફ્રેંસના અધ્યક્ષ ફારૂક અબ્દુલ્લાએ કહ્યુ કે સરકાર ખેડૂત વિરોધી છે. ખેડૂતોને આપેલા વચનો પૂરા કરી શકી નથી.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter