GSTV

દિલ્હી હિંસા: મૃતક પરિવારની વ્હારે આવ્યા કેજરીવાલ, 10 લાખના વળતર સાથે આટલી મદદ કરશે

દિલ્હી હિંસાને લઈ મુખ્યમંત્રી કેજરીવાલે હાલમાં જ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમણે અહીં જણાવ્યું હતું કે,આ હિંસાથી હિન્દુ અને મુસ્લિમ તમામને નુકશાન થયું છે. અહીં તેમણે આર્થિક સહાયની પણ જાહેરાત કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, જે પણ લોકો ઘાયલ થયા છે, તેમને હોસ્પિટલમાં ફ્રીમાં સારવાર થઈ રહી છે. ઘાયલા થયેલા લોકો પર ફરિશ્તે યોજના લાગૂ થશે. તેમણે મૃતકોના પરિવારને 10 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે.

કેજરીવાલ સામાન્ય નાગરિકોની મદદે આવ્યા

  • ખાવાનું પહોચાડવાનું કામ આજથી શરૂ
  • ચોવીસ કલાક ચાલતા હેલ્પ લાઈન નંબર જાહેર કર્યા
  • એસડીએમને નોડલ ઓફિસર તરીકે નિમણૂંક, જેની સંખ્યા 18 છે.
  • ચાર નાઈટ મજિસ્ટ્રેટની નિમણૂંક
  • મૃતકોના પરિવારને 10 લાખનું વળતર
  • તૂટેલી રિક્ષા માટે 25 હજારનું વળતર
  • જરૂરિયાત વાળા લોકોને તાત્કાલિક 25 હજારની સહાય મળશે.
  • આખુ ઘર સળગેલુ હશે તો, 5 લાખનું વળતર
  • દુકાન તથા અન્ય વસ્તુઓ સળગી હશે તો, 5 લાખનું વળતર

દિલ્હી હિંસામાં અત્યાર સુધીમાં 34 લોકોના મોત

ઉત્તર પૂર્વિય દિલ્હીમાં મૃતકોના આંકડો ગત રાત સુધી વધતો જતો હતો, જ્યાં છેલ્લે આ આંકડો 34 પહોંચ્યો હતો. વડાપ્રધાન મોદીએ પણ આ અંગે શાંતિ જાળવવા અપીલ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ પણ હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતા. બુધવારે પોલીસે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે તથા 18 ફરિયાદ નોંધવામાં આવી છે.

દિલ્હી હિંસા મામલે 13 એપ્રિલે થશે સુનાવણી

દિલ્હીમાં થયેલી હિંસા મામલે ગુરૂવારના રોજ સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે દિલ્હી પોલીસ અને કેન્દ્ર સરકારને ભડકાઉ ભાષણ બદલ દાખલ થયેલી ફરિયાદમાં વિસ્તારથી જવાબ દાખલ કરવા જણાવ્યું છે. 4 અઠવાડીયામાં ગૃહ વિભાગને જવાબ આપવા જણાવ્યું છે. આગામી સુનાવણી 13 એપ્રિલ થશે.

READ ALSO

Related posts

કોરોના સામે લડવા માટે ભારતમાં 49 દિવસ સંપૂર્ણ રીતે દેશવ્યાપી લોકડાઉન આપો, આ યુનિ.ની સરકારને ભલામણ

pratik shah

લૉકડાઉન ઇફેક્ટ: વધી જશે તમારા પ્રીપેડ પ્લાનની વેલીડીટી, TRAIએ ટેલિકોમ કંપનીઓને લખ્યો પત્ર

Bansari

કોરોના: આગામી 3 દિવસો સુધી સજ્જડ બંધ રહેશે દેશનું આ શહેર, જરૂરિયાતનો સામાન પણ નહીં મળે

Karan
Do NOT follow this link or you will be banned from the site!