GSTV
Home » News » માનહાનિના કેસમાં હાઇકોર્ટનો કેજરીવાલને ઝટકો

માનહાનિના કેસમાં હાઇકોર્ટનો કેજરીવાલને ઝટકો

દિલ્હી હાઇકોર્ટે માનહાનિના મામલામાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની અરજી ફગાવી છે. કેજરીવાલે આ મામલામાં કેટલાક દસ્તાવેજોની માંગ કરી હતી, જે કોર્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.

અરૂણ જેટલી માનહાનિ કેસમાં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને એક મહિનામાં કોર્ટ તરફથી બીજો મોટો ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઇકોર્ટે મંગળવારે કેજરીવાલની એક અરજીને ફગાવી દીધી હતી. જેમાં કેજરીવાલે માંગણી કરી હતી કે, 1999 અને 2014ની વચ્ચે ડીડીસીએની યોજાયેલી બેઠકો અંગે સંકળાયેલા દસ્તાવેજો કોર્ટમાં રજૂ કરવાની મંજૂરી આપવામાં આવે. કેટલાક દિવસો પહેલા દિલ્હી હાઇકોર્ટે નિચલી કોર્ટમાં ચાલી રહેલા ગુનાહિત કાર્યવાહી પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો હતો.

કેજરીવાલે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે, એક સાથે બે કેસ ચાલવાના કારણે ગુનાહિત કાર્યવાહી પર રોક લગાવાવમાં આવે. જો કે, જોઇન્ટ રજીસ્ટ્રાર પંકજ ગુપ્તાએ કેજરીવાલને રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના પાંચ અન્ય નેતાઓ ભાજપના નેતા અરૂણ જેટલી દ્વારા દાખલ કરાયેલા 10 કરોડ રૂપિયાના માનહાનિના કેસનો સામનો કરી રહ્યાં છે. કેજરીવાલ ઉપરાંત રાઘવ ચઢ્ઢા, કુમાર વિશ્વાસ, આશુતોષ, સંજય સિંહ અને દીપક વાજપેયીનું નામ આ કેસમાં સામેલ છે.

Related posts

Delhi Election 2020: અમિત શાહના રોડ શો દરમિયાન લાગ્યા આઝાદીના નારા

Nilesh Jethva

મનફાવે તે ન બનાવી શકે રાષ્ટ્રીય ધ્વજ, આ કંપની પાસે જ છે દેશનો તિરંગો બનાવવાનો કોન્ટ્રાક

Pravin Makwana

શરઝીલ ઈમામના નિવેદન બાદ ઓવૈસીએ કહ્યું, ભારત કોઈ મુર્ગીની ડોક નથી કે તેને તોડી શકાય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!