GSTV
Home » News » રાષ્ટ્રપતિએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કેજરીવાલની નિમણૂંક કરી, અન્ય 7 મંત્રીઓના નામ પણ થયા ફાઈનલ

રાષ્ટ્રપતિએ દિલ્હીના મુખ્યમંત્રી તરીકે કેજરીવાલની નિમણૂંક કરી, અન્ય 7 મંત્રીઓના નામ પણ થયા ફાઈનલ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના શપથગ્રહણને લઈ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુખ્યમંત્રી તરીકે નિમણૂંક કર્યા છે. આ શપથગ્રહણમાં અરવિંદ કેજરીવાલની સાથે સાથે અન્ય 6 ધારાસભ્યો પણ મંત્રીપદના શપથ લેશે.

એક સત્તાવાર જાહેરાત અનુસાર રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીની સલાહ બાદ દિલ્હી સરકારના મંત્રીઓ તરીકે 6 ધારાસભ્યોની નિમણૂંક કરવામાં આવી છે. 16 ફેબ્રુઆરીએ અરવિંદ કેજરીવાલની સાથે શપથ લેશે. જેમાં મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય, કૈલાશ ગેહલોત, ઈમરાન હુસૈન અને રાજેન્દ્ર ગૌતમ સામેલ છે.

એક અલગ પ્રસ્તાવમાં કહ્યા પ્રમાણે રાષ્ટ્રપતિએ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની સાથે સાથે તેમના મંત્રીપરિષદના મંત્રીઓના રાજીનામા સ્વિકારી લીધા છે. જો કે, ત્યાં સુધી મુખ્યમંત્રી તરીકે કેજરીવાલ કામ કરતા રહેશે, જ્યાં સુધી નવા મુખ્યમંત્રીના શપથ ન થાય. દિલ્હીની ચૂંટણીમાં આપ પાર્ટીને 70માંથી 62 સીટ મળી છે. જ્યારે બાકીની આઠ સીટ પર ભાજપ જીત્યું છે, જ્યારે કોંગ્રેસ શૂન્ય પર આઉટ થઈ છે.

READ ALSO

Related posts

અમેરિકન રાષ્ટ્રપતિએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને આપી શ્રદ્ધાંજલિ, આજે 21 હજાર કરોડનો રક્ષા સોદો થશે

Karan

એરઈન્ડિયાને ખરીદવા હવે ગુજરાતી બિઝનેસમેનને રસ : કરોડો રૂપિયાની લગાવશે બોલી

pratik shah

ટ્રમ્પ સાથે ભારત આવેલા આ ભારતીય મહિલા કોણ છે? જાણશો તો થશે ગર્વ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!