GSTV
Home » News » દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વિરૂદ્ધ મોરચો ખોલ્યો

દિલ્હી : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વિરૂદ્ધ મોરચો ખોલ્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ વિરૂદ્ધ મોરચો ખોલ્યો છે. ત્રણ માંગ મનાવવા માટે કેજરીવાલ સહિત તેમના મંત્રીઓ ઉપરાજ્યપાલના કાર્યાલય ખાતે રાત્રી દરમ્યાન ધરણા કર્યા છે.

કેજરીવાલ સાથે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા, સત્યેન્દ્ર જૈન, ગોપાલ રાય પણ ધરણા પર બેઠા હતા. દિલ્હી સરકારના કેટલાક મંત્રીઓ અને ધારાસભ્યો પોતાના સમર્થકો સાથે એલજીના નિવાસ સ્થાને ધરણા પર બેઠા છે.

કેજરીવાલ હડતાળ પર ઉતરેલા આઈએએશ એસોશિયેશનની હડતાળ પૂર્ણ કરાના આદેશ અને રાશનની સ્પલાઈ માટે નવી યોજનાની મંજૂરી માટે માગ કરી રહ્યા છે. જોકે, ઉપરાજ્યપાલે કેજરીવાલની માગ માનવાની મનાઈ કરતા કેજરીવાલ સરકાર ધરણા પર બેસી છે.

આ ઉપરાંત કેજરીવાલે અધિકારીઓની મનમાની પર પણ સવાસ ઉઠાવ્યા છે. કેજરીવાલે એક ટ્વિટમાં જણાવ્યુ કે, સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં પહેલીવાર એવુ બન્યું છે કે, આઈએએસ અધિકારીઓ ચાર મહિનાથી હડતાળ પર ઉતરી ગયા છે.

Related posts

Brexit: મહારાણીની લીલીઝંડી બાદ બ્રેક્ઝિટને મંજૂરી, સંસદમાં પાસ થયું બિલ

Pravin Makwana

પીએમ મોદી 26 જાન્યુઆરીના રોજ રાજપથ પર પરેડ શરૂ થતા પહેલા આ જગ્યા પર જશે

Nilesh Jethva

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન વિરુદ્ધ છેતરપીંડીનો દાખલ થયો કેસ,

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!