GSTV
Jamnagar ગુજરાત ટોપ સ્ટોરી

ચૂંટણી પહેલા ધામા/ ગુજરાતની જનતાને વધુ એક વાયદો આપશે અરવિંદ કેજરીવાલ, આજે અહીં ગજવશે વિશાળ જનસભા

કેજરીવાલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ગુજરાત મુલાકાત વધી છે. તેઓ આજથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. તેઓ સૌ પ્રથમ જામનગર પહોંચશે. ત્યાં તેઓ ટાઉનહોલમાં વેપારીઓ સાથે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે. જે બાદ કેજરીવાલ વડોદરા જશે. ત્યાંથી તેઓ છોટાઉદેપુરના બોડેલીમાં વિશાળ જનસભા સંબોધશે. અને ગુજરાતની જનતાને વધુ એક વાયદો આપશે. અરવિંદ કેજરીવાલ જામનગરમાં વેપારીઓ સાથે સંવાદ કરશે. તેમજ વેપારીઓની સમસ્યા જાણશે. અરવિંદ કેજરીવાલ ખાસ કરીને એમએસએમઈ સેક્ટરના વેપારીઓની સમસ્યાઓ જાણશે.

કેજરીવાલ
  • અરવિંદ કેજરીવાલ આજે ફરી આવશે ગુજરાતની મુલાકાતે
  • બપોરે ૧ વાગ્યે જામનગર પહોંચ્યા બાદ વેપારીઓ સાથે ટાઉનહોલમાં કાર્યક્રમ યોજશે
  • જામનગરના કાર્યક્રમ બાદ વડોદરા જશે કેજરીવાલ
  • ૭ ઓગસ્ટે બોડેલીમાં ફરી એક નવી ગેરંટી આપશે કેજરીવાલ

AAPનો માસ્ટરસ્ટ્રોક

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી એકશનમાં આવ્યું છે. ભારતમાં કેન્દ્રનું સત્તાબિંદુ હાંસલ કરવા માટે ગુજરાતનો રસ્તો જ અપનાવવો પડે છે તેવી માન્યતાને પગલે હવે ગુજરાતના રાજકારણમાં પગ જમાવવા માંગતી આમ આદમી પાર્ટી વિધાનસભાની ચૂંટણી પૂર્વે એક મોટો દાવ ખેલ્યો છે. આમઆદમીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં રાજ્યની 10 વિધાનસભા બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. વિધાનસભાનીચૂંટણી પહેલા ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ ગુજરાતના રાજકારણમાં મોટો ભૂંકપ આવ્યો છે. વિધાનસભા 2022ની ચૂંટણીએ પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બનશે. ભારતીય જનતા પાર્ટી પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે વિધાનસભા ચૂંટણી મામલે રોડ મેપ તૈયાર કરી લીધો છે. ગુજરાત ભાજપમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ભાજપ રાજ્યના ચાર ઝોન પ્રમાણે ચૂંટણી પ્રચાર કરવાનું છે.તેમજ  ચારેય ઝોનની જવાબદારી અલગ અલગ પાંચ રાજ્યોને સોંપવામાં આવી છે. 

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને આપ એક્શન મોડમાં

  • ભેમા ભાઈ :- દિયોદર બેઠક
  • જગમાલ વાળા :- સોમનાથ બેઠક
  • અર્જુન રાઠવા :- છોટા ઉદેપુર
  • સાગર રબારી :- બેચરાજી બેઠક
  • વશરામ સાગઠીયા :- રાજકોટ ગ્રામ્ય બેઠક
  • રામ ધડુક :- સૂરત ( કામરેજ )
  • શિવલાલ બારસિયા :- રાજકોટ દક્ષિણ
  • સુધીર વાઘાણી : ગડિયાધાર
  • રાજેન્દ્ર સોલંકી :- બારડોલી
  • ઓમ પ્રકાશ તિવારી :- નવા નરોડા બેઠક

ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી આમ આદમી પાર્ટીના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય પક્ષો પણ એક્શન મોડમાં આવી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ સાથે AAP પણ મેદાનમાં ઉતર્યું છે તો પીએમ મોદી અને અમિત શાહ સહિતના દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં ધામા વધ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય બાકી છે ત્યાં આપે મોટો માસ્ટર સ્ટ્રોક માર્યો છે.

Related posts

વિવાદ/ પઠાણ ફિલ્મના વિરોધમા ટ્વિટ કરનાર કચ્છના હિન્દુ સંતને મળી સર કલમ કરવાની ધમકી

Karan

ખેડૂતો પર વરસી કોંગ્રેસ / સરકાર રચાશે તો ખેડૂતોના ત્રણ લાખ સુધીના દેવા માફ કરાશે, વીજ મીટર થશે નાબૂદ

Karan

બિહારનું રાજકારણ/ પ્રધાનમંત્રી બનવા માટે દાઉદ સાથે હાથ મિલાવી શકે છે નીતિશ કુમાર, ભાજપના સાંસદે કર્યા આવા આકરા પ્રહાર

Karan
GSTV