GSTV
India News Trending

હવે અરવિંદ કેજરીવાલ નીતિ આયોગની બેઠકમાં પણ નહીં જાય, PM મોદીને લખ્યો પત્ર

દિલ્હીના મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલ અને કેન્દ્ર સરકાર વચ્ચેની ખેંચતાણ દિવસેને દિવસે વધી રહી છે. નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કરવાની જાહેરાત કરનાર સીએમ કેજરીવાલ હવે નીતિ આયોગની બેઠકનો પણ બહિષ્કાર કરશે. આ માટે કેજરીવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે.

સીએમ કેજરીવાલે લખેલા પત્રમાં વિરોધ છલકાયો

સીએમ કેજરીવાલે પીએમ મોદીને લખેલા પત્રમાં લખ્યું છે કે, ‘લોકો પૂછે છે કે જો વડાપ્રધાન સુપ્રીમ કોર્ટનું પાલન નહીં કરે તો લોકો ન્યાય માટે ક્યાં જશે? જ્યારે સહકારી સંઘવાદ એક મજાક છે ત્યારે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનો શું અર્થ છે. સીએમ કેજરીવાલે પોતાના બે પાનાના પત્રમાં લખ્યું છે કે, આવતીકાલે નીતિ આયોગની બેઠક છે. નીતિ આયોગનો ઉદ્દેશ્ય ભારતના વિઝનને તૈયાર કરવાનો અને સહકારી સંઘવાદને પ્રોત્સાહન આપવાનો છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં જે રીતે લોકશાહીની મજાક બનાવવામાં આવે છે, બિન-ભાજપ સરકારોને તોડી નાખવામાં આવી રહી છે અથવા કામ કરવા દેવામાં આવી રહ્યું નથી, આ ન તો આપણા ભારતનું વિઝન છે કે ન તો સહકારી સંઘવાદ.’

READ ALSO

Related posts

કેરળમાં હજી ચોમાસું પહોંચ્યું નથી, હવામાન વિભાગે કહ્યું- 3-4 દિવસનો થઈ શકે છે વિલંબ

Vushank Shukla

ઓડિશા ટ્રેન દુર્ઘટનાઃ મમતાએ મૃત્યુના આંકડા પર ઉઠાવ્યા સવાલ, રાહુલે માંગ્યું રેલવે મંત્રીનું રાજીનામું

Vushank Shukla

મહારાષ્ટ્ર : ચંદ્રપુરના કાનપા ગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 5 લોકોના મોત

Hardik Hingu
GSTV