GSTV
India News Trending

ગરીબો, સૈનિકો માટે પૈસા નથી પરંતુ પોતાના ઉદ્યોગપતિ મિત્રોની કરોડોની લોન માફ કરીઃ રેવડી કલ્ચર મામલે કેજરીવાલનો પલટવાર

ગોપાલ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેન્દ્ર સરકાર ઉપર વળતો પ્રહાર કર્યો છે. PM મોદીના ‘રેવડી કલ્ચર’ વાળા કટાક્ષ ઉપર જવાબ દેતી વખતે કેજરીવાલે કહ્યું હતું કે સામાન્ય માણસને છેતરાવાનો અહેસાસ થઈ રહ્યો છે કારણ કે કેન્દ્ર સરકારે ગરીબોના ભોજન ઉપર પણ ટેક્સ લગાવ્યો છે અને મોટા વ્યાપારીઓનું 5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી છે. 

કેજરીવાલે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોથી જનતાને મફતમાં મળનારી સેવાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મફતમાં મળતી તમામ સુવિધાઓને બંધ કરવામાં આવે. તેમણે સવાલ કર્યો છે કે, શું કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે?

કેજરીવાલે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે જ્યારે અગ્નિપથ યોજના લાવી ત્યારે તેની જરૂરિયાત જણાવતા કહ્યું હતું કે સૈનિકોના પેન્શનનો ખર્ચ એટલો વધી ગયો છે કે તેને સરકાર તેને ઉપાડી શકતી નથી. સ્વતંત્રતા પછી પ્રથમ વખત એવું બની રહ્યું છે કે કોઈ સરકાર આવું કહી રહી હોય. 

અરવિંદ કેજરીવાલે આગળ કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે 8મું પગાર પંચ લાવવાનો પણ ઈન્કાર કરી દીધો છે. તેમણે દાવો કર્યો હતો કે, કેન્દ્ર સરકારે કહ્યું હતું કે મનરેગા માટે પણ પૈસા નથી અને આ વર્ષે તેમાં 25 ટકાનો કાપ પણ ઘટાડો કરવામાં આવ્યો છે. 

CM કેજરીવાલને કેન્દ્રને સવાલ

કેજરીવાલે પુછયું હતું કે, કેન્દ્ર સરકારનું 40 લાખનું બજેટ છે પરંતુ બધા પૈસા ક્યાં જઈ રહ્યા છે? તેમણે આક્ષેપ કર્યો હતો કે, ‘તેમણે પોતાના સુપર અમીર મિત્રોના લાખો-કરોડોની કેમ લોન માફ કરી દીધી છે? આ લોન માફ ન થઈ હોત તો કોઈ ટેક્સ ન લગાવવા પડત. પેટ્રેલ-ડિઝલના ટેક્સથી સાડા 3 કરોડની આવક થાય છે? ક્યાં ગયા પૈસા?’ 

કેજરીવાલે આક્ષેપ કર્યો હતો કે, સરકારી સ્કૂલ બંધ કરવાની વાત ચાલી રહી છે. મફત સારવાર બંધ થવી જોઈએ એવું કહેવાઈ રહ્યું છે પરંતુ આવા ગરીબ પૈસા ક્યાંથી લાવશે. સરકારી પૈસા કેટલાક લોકો ઉપર જ ઉડાડવામાં આવશે તો દેશ કેવી રીતે ચાલશે?

Related posts

Arun Bali Passes Away: ‘કેદારનાથ’ ફેમ અરૂણ બાલીનું નિધન, લાંબા સમયથી હતા બીમાર

Hemal Vegda

ડોલર સામે રૂપિયો ઑલ ટાઈમ લો પર, જાણો ભારતીય કરન્સીમાં કેમ આવ્યો ઘટાડો

Hemal Vegda

ક્રૂડ સપ્લાય વધારવા વેનેઝુએલા પર લાદેલ પ્રતિબંધ દૂર કરવા અમેરિકાની વિચારણા

Hemal Vegda
GSTV