દિલ્હી વિધાનસભામાં ચૂંટણી પહેલા કેજરીવાલ સરકાર એક બાદ એક માસ્ટર સ્ટ્રોક મારી જનતાને રિઝવી રહી છે. જેના કારણે વિપક્ષો માટે કેજરીવાલ હવે મુસીબત સમાન બન્યા છે. કેજરીવાલના નિર્ણયો એવી રીતે આવી રહ્યાં છે કે કોઈ પણ જનતા આવી સરકાર ઈચ્છે જ. ત્યારે પાણી અને મેટ્રો બાદ હવે વાઈફાઈ ફ્રી કરી દેવામાં આવતા વિપક્ષો માટે દિલ્હીમાં ચૂંટણી ઢંઢેરો નામ માત્રનો બનીને રહી જશે તેવી શક્યતાઓ સેવાય રહી છે.

3000 બસસ્ટેન્ડ પર વાઈફાઈ
આમ આદમી પાર્ટીની સૌથી મહત્વાકાંક્ષી યોજના એવી ફ્રી વાઈફાઈ કરવાની ઘોષણા કરી દીધી છે. જેના પ્રથમ ચરણમાં દિલ્હીના 3000 બસ સ્ટેન્ડ પર વાઈફાઈ હોટસ્પોટ લગાવવામાં આવશે. સમગ્ર દિલ્હીમાં કુલ 11,000 હોટસ્પોટ લગાવવામાં આવશે. દરેક યુઝરને પ્રતિ મહિને 15 જીબી ફ્રી ડેટા મળશે. જેની શરૂઆત 16મી ડિસેમ્બરથી કરવામાં આવશે.

સરકારે કર્યો 100 કરોડનો ખર્ચ
ફ્રી વાઈફાઈને લઈને કેબિનેટમાંથી પણ ટેન્ડરની પ્રક્રિયાને અપ્રૂવલ મળી ચૂકી છે. કેબિનેટની 8 ઓગસ્ટ મળેલી બેઠકમાં 4000 બસ સ્ટોપ પર અને વિધાનસભામાં 100 હોટ સ્પોટ લગાવવાને મંજૂરી મળી છે. હોટસ્પોટની 50 મીટર રેન્જમાં જેટલા પણ લોકો હશે તે તમામ લોકોને આ સુવિધાનો પર્યાપ્ત લાભ મળશે. આ ફ્રી વાઈફાઈ યોજના માટે સરકાર 100 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે. 2015ની વિધાનસભા ચૂંટણી સમયે કેજરીવાલ સરકારે ફ્રી વાઈફાઈ આપવાનો વાયદો કર્યો હતો. હવે આગામી વિધાનસભાની ચૂંટણી નજીક આવતા કેજરીવાલ સરકારે વાયદો પૂર્ણ કરવાના પ્રયત્નો તરફ કૂચ કરી છે.

રોટી, કપડાં, મકાન અને વાઈફાઈ
ઉલ્લેખનીય છે કે એક તરફ હાલમાં જ આઈડિયા અને વોડાફોને મર્જર થયા બાદ પોતાના ભાવ વધાર્યા તો બીજી તરફ જીઓએ પણ ભાવમાં વધારો કરતાં હવે દિલ્હીવાસીઓ માટે ફ્રી વાઈફાઈ એ ખરા અર્થમાં નવજીવન સમાન હશે. કારણ કે 21મી સદીમાં રોટી, કપડાં અને મકાન સિવાય ચોથી પાયાની જરૂરિયાત તરીકે ઈન્ટરનેટ ઉદ્ગભવી રહ્યું છે. પરિણામે કેજરીવાલે દિલ્હીની તમામ જનતાને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં સરકારને ટકાવી રાખવા માટે એક મોટો સ્ટ્રોક મારી દીધો છે.
READ ALSO
- 100 ટકા બેટરી ચાર્જ થયા પછી પણ સ્માર્ટફોનને ચાર્જિંગમાંથી કાઢવામાં ન આવે, તો શુ થાય છે, જાણો
- દેશની સૌથી મોટી બેંકની સ્પષ્તા / SBIએ અદાણી ગ્રુપને અધધ.. 21000 કરોડની આપી લોન, બેંકના ચેરમેને આપ્યું નિવેદન
- હિરોઈન ચાલી કહેવા અંગે ઠપકો આપતા મામલો બિચકયો: ત્રણને ઇજા
- અદાણીના વળતા પાણી? / હિંડનબર્ગના બાદ અદાણી ગ્રુપને ક્રેડિટ સુઈસ આપ્યો ઝટકો, ચારે બાજુથી ઘેરાયા?
- પોલીસે 30 કિ.મી પીછો કરીને ઝડપ્યા, વડોદરામાં 3 રોમિયો રિક્ષામાં જતી યુવતીને કરતાં હતાં પરેશાન