GSTV

દિલ્હીમાં ITના દરોડા : કેજરીવાલ સરકારના પરિવહન પ્રધાન આવ્યા ઝપટે

Last Updated on June 30, 2019 by Alap Ramani

ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દિલ્હીમાં કુલ 16 સ્થાનો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં દિલ્હીની કેજરીવાલ સરકારમાં પરિવહન પ્રધાન કૈલાસ ગહલોતના નિવાસસ્થાન પર સવારે ઈન્કમટેક્સ વિભાગ દ્વારા દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

ઈન્કમટેક્સ વિભાગે આઈટી રિટર્ન્સને લઈને દરોડાની કાર્યવાહી કરી છે. જો કે આમ આદમી પાર્ટી દ્વારા દિલ્હીના પરિવહન પ્રધાન કૈલાસ ગહલોતના નિવાસસ્થાને કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીને રાજકીય કિન્નાખોરીના એજન્ડાની કાર્યવાહી ગણાવી છે. આમ આદમી પાર્ટીએ દરોડા બાદ ટ્વિટ કરીને કેન્દ્ર સરકારને નિશાને લીધી છે. ઈન્કમટેક્સ વિભાગ દ્વારા આઈટી રિટર્ન્સને લઈને કૈલાસ ગહલોતના દિલ્હીના વસંતકુંજ ખાતેના નિવાસસ્થાને રેડ પાડવામાં આવી છે.

કૈલાસ ગહલોત સાઉથ-વેસ્ટ દિલ્હીની નજફગઢ બેઠક પરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તેમને મે-2017માં દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પોતાના પ્રધાનમંડળમાં પરિવહન વિભાગના પ્રધાન બનાવ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે આ પહેલા કૈલાસ ગહલોત પર આદર્શ આચાર સંહિતાના ઉલ્લંઘનનો મામલો પણ ચલાવાયો હતો. આ મામલામાં ચૂંટણી પંચ દ્વારા કૈલાસ ગહલોત પર એફઆઈઆર નોંધવામાં આવી હતી. જો કે બાદમાં તેમને કોર્ટમાંથી રાહત મળી ગઈ હતી. આ સિવાય પણ કૈલાસ ગહલોત ઓફિસ ઓફ પ્રોફિટ સાથે સંબંધિત મામલામાં પણ સામેલ છે. ઓફિસ ઓફ પ્રોફિટ મામલામાં આમ આદમી પાર્ટીના વીસ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. આ મામલામાં પણ કૈલાસ ગહલોતને રાહત મળી ચુકી છે.

 

 

Related posts

ચેતવણી / AMC અને GPCBને હાઇકોર્ટની ફિટકાર, 200 કરોડ ખર્ચ કર્યા છતાં કેમ સાબરમતીની આવી હાલત!

Dhruv Brahmbhatt

દિલ્હી હાઇકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચૂકાદો/ કર્મચારીને ગેરકાયદે બરતરફ કરવા બદલ એઇમ્સને રૂ. 50 લાખ ચૂકવવા આદેશ

Bansari

દેશમાં પાણીના સંકટની સ્થિતિ પર ગંભીરતા, 2030 સુધીમાં દેશના 50 ટકા હિસ્સામાં પાણીની તંગી સર્જાશે

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!