GSTV
Gujarat Government Advertisement

દિલ્હીનાં લોકોને કેજરીવાલ સરકારની ભેટ, 11 હજાર હૉટસ્પોટથી મળશે ફ્રી વાઈફાઈ

Last Updated on December 4, 2019 by Mansi Patel

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેમનો બહુપ્રતિક્ષીત ચૂંટણી વાયદો પૂર્ણ કરવાનું એલાન કર્યું છે. કેજરીવાલે બુધવારે એલાન કર્યું કે 16 ડિસેમ્બરથી દિલ્હીમાં લોકોને ફ્રી વાઇ-ફાઇની સુવિધા મળશે.

કેજરીવાલે કહ્યું કે આ વાયદો પૂર્ણ કરવાની સાથે જ દિલ્હી સરકાર પોતાના તમામ ચૂંટણી વાયદા પૂર્ણ કરનારી પહેલી સરકાર બની જશે. કેજરીવાલે કહ્યું કે દિલ્હીમાં 11 હજાર હોટસ્પોટ પર વાઇ-ફાઇ લગાવાશે.

ખાસ કરીને વિદ્યાર્થીઓને તેનો મોટો લાભ મળશે. કેજરીવાલે આશા વ્યક્ત કરી કે તેમની આ યોજનાથી સ્વાસ્થ્ય અને શિક્ષણ ક્ષેત્રે ફાયદો થશે. કેજરીવાલે માહિતી આપતા જણાવ્યું કે ચાર હજાર હોટસ્પોટ બસ સ્ટેન્ડ્સ પર લગાવાશે.

જ્યારે કે સાત હજાર હોટસ્પોટ અન્ય સ્થળે લગાવાશે. દરેક વિધાનસભામાં 100-100 હોટસ્પોટ લાગશે. 16 ડિસેમ્બરે પ્રથમ 100 હોટસ્પોટનું ઉદ્ધઘાટન કરાશે. આ સમગ્ર યોજનાનો ખર્ચ 100 કરોડ રૂપિયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

અમદાવાદ સહિતના શહેરોમાં આ બાઇકનો છે જબ્રો ક્રેજ, માત્ર બે કલાકમાં તમામ બાઇક વેચાઇ ગઈ

Zainul Ansari

હાથવગું હથિયાર: એસિડિટી અને પેટ સંબંધિત સમસ્યાઓ ચપટી વગાડતા થઈ જશે ગાયબ, આવી રીતે કરો મસાજ

Pravin Makwana

જાપને ભારતીય ઓલિમ્પિક ટુકડી પર લાદ્યા કડક નિયમો, આઇઓએએ કહ્યું – અન્યાયી અને ભેદભાવપૂર્ણ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!