GSTV

અનોખી ઉજવણી / અરવલ્લીનાં આદિવાસીઓની ઉત્તરાયણ પર દેવચકલી પકડવાની મહિમા, ખૂબ જ રસપ્રદ છે માન્યતા

દેવચકલી

Last Updated on January 14, 2022 by GSTV Web Desk

અરવલ્લી જિલ્લાના આદિવાસી અનોખી રીતે ઉત્તરાયણની ઉજવણી કરે છે. મેઘરજના મોટી મોરી વિસ્તારના આદિવાસીઓ દેવચકલીને પકડી તેનું પૂજન અને સૌને દર્શન કરાવે છે. જેના પછી તેઓ દેવચકલીને ઉડાડી તે કઈ જગ્યાએ બેસશે તેના આધારે આગામી વર્ષની આગાહી કરે છે. ચાલો જાણીએ આ અનોખી પરંપરા વિશે…

અરવલ્લી જિલ્લાનાં આદિવાસી વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે. મેઘરજના મોટી મોરી વિસ્તારના આદિવાસી લોકો ઢોલ વગાડી મુખીના ઘેર ભેગા તઈ સુકન જોઈ સમૂહમાં વન વગડે નીકળે છે અને વાળુ તથા ઝાડ ઉપર દેવચકલીને શોધે છે. દેવચકલીને તેઓ પૂજનીય ગણે છે. દેવચકલીને પકડીને કંકુ ચોખાથી પૂજન કરે અને ઘેર-ઘેર ફરી સૌને દર્શન કરાવે છે.

દર્શન અને પૂજન કર્યા પછી દેવ ચકલીને ઉડાડવામાં આવે છે. દેવચકલી ક્યા જઈને બેસે છે, તે અગત્યનું હોય છે. તેના ઉપરથી આગામી વર્ષની આગાહી થાય છે. જો દેવ ચકલી લીલા ઝાડ પર બેસે તો વર્ષફળ સારું અને સૂકા ઝાડ પઈ જઈ બેસે તો નબળું આવે અને વાડ ઘર કે જમીન ઉપર બેસે તો વર્ષ મધ્યમ આવશે. તેવી આગાહી કરવામાં આવે છે. તેના પરથી આદિવાસી લોકો આખા વર્ષનો વર્તારો કાઢતા હોય છે. જો કે આ દરમિયાન ચાલુ વર્ષે દેવ ચકલી લીલા ઝાડ પર બેસતા વર્ષ સારું રહેશે એવી માન્યતા છે.

હવે એક વિચિત્ર ઘટના એવી છે કે આ વિધિમાં બધા જોડાય છે. બપોરે બાળકો પતંગ ચગાવે છે, જ્યારે યુવાન ભાઈઓ સમૂહમાં ચામડાના કવરમાં કપડાંના ડુચા, ગાભા કરી વોલીબોલ જેવો દડો બનાવે છે. તેના પછી દરેક વ્યકિત હાથમાં હોકી જેવું ધોખલું લઈ તેને ફટકારે છે. સાથે હાકલા પડકારતા હાકોટા જોઈ ગમે તેવા યુવાનોને સુરાતન ચડી જાય છે. આ રમત જોવા હજારો લોકો મેઘરજ અને શામળાજી, ખેડબ્રહ્માના ડુંગરો ઉપર બેસીને હર્ષ આનંદ અને કીકીયારો પાડી રમનારને પ્રોત્સાહન આપે છે.

આ રમત રમતા યુવાનો એટલા આવેશમાં આવી જાય છે કે શરીરના કોઈ પણ ભાગમાં ઈજા થાય તો તેની પણ પરવા તેઓ નથી કરતા. આ રમત પાછળની માન્યતા એવી છે કેઆ ચામડાનો દડો તુટી અને ડુચા નીકળી જાય એટલે ગામના મુખીના મકાને ઠોઠા અને ઘી લઇને જાય અને તુટી ગયેલા ગાભાના ઉપરથી ઘી નાખી બાફેલા ઠોઠા નાંખી આ દડાને અગ્નિદાહ દેવામાં આવે છે. પછી ઉત્તરાયણ વહેલી આવજો સુખ શાંતિ લાવજો એવી કામના કરે છે અને સૌ કોઈ સાથે મળી જૂના વેર ભૂલી નવા સંબંધો સ્થાપિત કરે છે. સાથે જ મકાઇના ઠોઠા વેચી નાસ્તો કરી થાક ઉતારે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અનેટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચારમેળવવા માટે અમારી Android App ડાઉનલોડકરો…

MUST READ:

Related posts

કેન્દ્રીય બજેટ / બજેટમાં બેંકોમાં મૂડી ઠાલવવા અંગે જાહેરાતની સંભાવના ઓછી, ગયા વર્ષે NPAમાં થયો ઘટાડો

GSTV Web Desk

મહિન્દ્રાએ હીરો ઈલેક્ટ્રિક સાથે કરી ભાગીદારી, એક વર્ષમાં કરશે 10 લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન

Vishvesh Dave

સુરત / છેલ્લા 15 દિવસમાં કોરોનાના કેસોમાં આવ્યો મોટો ઉછાળો, વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યા થઈ રહ્યા છે સંક્રમિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!