GSTV
Gujarat Government Advertisement

9 વર્ષ બાદ આ લેખિકાએ ભારતીય સેના પર કરેલી ટિપ્પણી માટે માફી માંગી

Last Updated on August 29, 2019 by Mansi Patel

લેખિકા અરૂંધતિ રોયે ભારતીય સેનાને લઈને કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને માફી માંગી છે. લેખિકા અરૂંધતિ રોયે વર્ષ 2011માં ભારતીય સેના પર વિવાદિત ટીપ્પણી કરી હતી. લગભગ 9 વર્ષ બાદ એકવાર ફરીથી અરૂંધતિ રોયનો વિવાદિત ટીપ્પણીનો જૂનો વીડિયો ફરીથી વાયરલ થયો હતો ત્યારે તેમણે “ધ પ્રિન્ટ”ને આપેલાં નિવેદનમાં કહ્યુ હતુકે, આપણે બધા જીવનમાં કોઈ પણ સમયે એવી કોઈ ભૂલ કરીએ છીએ જે મૂર્ખતાપૂર્ણ હોય અને ખોટી હોય આ ચિંતાની વાત છે. જો મારા નિવેદનથી કોઈ પણ હિસ્સમાં કોઈ પણ રીતનો ભ્રમ થયો હોય તો તેના માટે હું માફી માંગુ છું.

શું કહ્યુ હતુ અરૂંધતિ રોયે

વર્ષ 2011માં અરૂંધતિ રોયે વિવાદિત ટીપ્પણી કરતાં કહ્યુ હતુકે, કાશ્મીર, મણિપુર, મિઝોરામ અને નાગાલેન્ડ જેવાં રાજ્યોમાં આપણે જંગ લડી રહ્યા છીએ. 1947થી આપણે કાશ્મીર, તેલંગાણા, ગોવા, પંજાબ, મણિપુર, નાગાલેન્ડમાં લડી રહ્યા છીએ. ભારત એક એવો દેશ છે જેણે પોતાની સેના પોતાના જ લોકોની સામે તૈનાત કરેલી છે. પાકિસ્તાને ક્યારેય પણ પોતાની સેનાને આમ લોકોની સામે લગાવી નથી. અરૂંધતિ રોયે કહ્યુ હતુકે, પૂર્વોત્તરમાં આદિવાસી, કાશ્મીરમાં મુસ્લિમ, પંજાબમાં સિખ અને  ગોવામાં ઈસાઈઓ સાથે ભારતીય રાજ્યો લડી રહ્યા છે. એવું લાગે છેકે, આ અપરકાસ્ટ હિંદુઓના જ રાજ્ય છે. તેમની આ ટિપ્પણીને લઈને લોકોએ વાંધો ઉઠાવ્યો હતો અને તેમની નિંદા કરી હતી.

અરૂંધતિ રોયે કહ્યુ હતુકે, કાશ્મીરને લઈને ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ ખતરનાક સ્તર ઉપર પહોંચી ગયુ છે. સોશિયલ મીડિયા પર 9 વર્ષ જૂની વિડીયો ક્લિપ વાયરલ થઈ રહી છે. લેખિકાએ કહ્યુ કે, જે મે વર્ષો પહેલાં વાત કહી હતી તે વર્તમાનમાં પણ તાજા છે. રોયે કહ્યુકે, હું માનું છુ કે, તમારા કહેલાં શબ્દો તમારા વિચારો કરતાં વધારે મહત્વપૂર્ણ હોય છે. આ બહુજ ચિંતાજનક છે. રોયે કહ્યુ હતુકે, ક્લિપનાં કોઈ પણ હિસ્સાને લઈને ઉભા થયેલાં કન્ફ્યુઝન માટે હું માફી માંગુ છું.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

વેક્સિનેશન: નેતાજીનો નવો કીમિયો, વેક્સિન લો અને મેળવો 51 હજારનું ઇનામ જીતવાની તક

Pritesh Mehta

ફાયદાની વાત: વરસાદી સિઝનમાં નવું ઘર ખરીદવાનું તમારા માટે સારૂ રહેશે, આ 5 કારણો છે જે આપને અપાવશે સપનાનું ઘર

Pravin Makwana

એક Aadhaar Card કેટલા સિમકાર્ડ ખરીદી શકાય છે? જાણો તમારા આધાર પર કેટલા નંબર છે લિંક

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!