GSTV

BIG NEWS: સરહદ પર તણાવ વચ્ચે પાંચ ભારતીઓને ઉઠાવી ગઈ ચીની સેના! આ ધારાસભ્યએ પીએમઓને કર્યુ ટ્વિટ

ભારતીઓ

Last Updated on September 5, 2020 by Arohi

ભારત અને ચીનની સેના વચ્ચે તણાવ યથાવત છે. આ વચ્ચે અરુણાચલ પ્રદેશમાંથી પાંચ લોકોનું ચીની સેના દ્વારા અપહરણ કરવાનો મામલો સામે આવ્યો છે. અરુણાચલ પ્રદેશના કોંગ્રેસ ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે દાવો કર્યો છે કે ચીની સેનએ બોર્ડર પરથી 5 ભારતીયોનું અપરણ કર્યુ છે.

અરુણાચલ પ્રદેશથી કોંગ્રેસ ધારાસભ્ય નિનૉન્ગ એરિંગે દાવો કર્યો છે કે અરુણાચલ પ્રદેશના ઉપરી સુબનગિરી જિલ્લાના પાંચ લોકોનું કથિતરૂપે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. કેટલાંક મહિનાઓ પહેલા પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. ચીનની સેનાને જવાબ આપવો જોઇએ. આ ઘટનાને લઇને નિનૉન્ગે પીએમઓને ટ્વીટ કરતા આ અંગે જાણકારી આપી છે.

સરહદ પર સેનાની તાકાત વધારવામાં લાગ્યું છે ચીન

જમ્મુ-કાશ્મિરનાં લદ્દાખમાં સ્થિત પેંગોંગ સો લેકની નજીક ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી અથડામણ બાદ જે રીતે ભારતીય સેનાએ ચીનને ખદેડ્યું ત્યાંર બાદ ચીન સરહદ પર સેનાની તાકાત વધારવામાં લાગ્યું છે, સમાચાર છે કે પેંગોગ લેકનાં દક્ષિણ કિનારા પર ચીનની ટેન્કો અને જવાનો ઝડપથી આગળ વધારવામાં આવી રહ્યા છે, ચીન પોતાની તોપોને વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક તૈનાત કરવામાં લાગ્યું છે.

દક્ષિણ પેંગોગમાં ચીનની સરહદની અંદર સેનાનાં જવાનોની અવરજવર વધી

સુત્રોનાં જણાવ્યા મુજબ દક્ષિણ પેંગોગમાં ચીનની સરહદની અંદર સેનાનાં જવાનોની અવરજવર વધી ગઇ છે, ચીનની સરહદમાં આવનારા મોલ્ડોથી થોડાક જ અંતરેથી ટેન્કો જોવા મળે છે. જો કે ચીનની સેનાની તમામ હરકત પર ભારતીય સેના નજર રાખી રહ્યું છે, અત્રે ઉલ્લેખનિય છે કે થાકુંગથી લઇને મુકપુરી સુધી ઘણી તળેટીઓ છે, ચીનની સેનાની પ્રવૃતીઓને જોતા ભારતીય સેનાની સંખ્યા વધારવામાં આવી રહી છે. સરહદે વધારાની પલટનો પણ તૈનાત કરવામાં આવી રહી છે જેથી એલએસીની ઉંચાઇવાળા વિસ્તારોની હાજરી વધુ મજબુત થઇ શકે.

બંને સરહદી વિસ્તારો 15 હજાર ફિટથી વધુની ઉંચાઇ પર

અત્રે ઉલ્લેખનિય છે કે ગલવાન ખીણની ઘટના બાદ લિપુલેખ અને મિલમ બોર્ડર પર મોટી સંખ્યામાં સેના અને આઇટીબીટીનાં જવાનોની તૈનાતી કરવામાં આવી છે, મિલમ અને લિપુલેખ બોર્ડર પર ઠેર-ઠેર સેના અને આઇટીબીટીનાં જવાનો 24 કલાક નજર રાખી રહ્યા છે, આ બંને સરહદી વિસ્તારો 15 હજાર ફિટથી વધુની ઉંચાઇ પર આવેલા છે, લિપુલેખ બોર્ડર સુધી તો ભારતે માર્ગ બનાવ્યો છે, પરંતું મિલમ સુધી હજુ સુધી માર્ગ બન્યો નથી, વ્યુહાત્મક રીતે અત્યંત મહત્વપુર્ણ બોર્ડર પર ફાઇટર વિમાનોની મદદથી હવાઇ નિરિક્ષણ રાખવામાં આવી રહ્યું છે.

Read Also

Related posts

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt

Vodafone-Ideaના ધાંધિયા: આટલા કલાક બંધ રહેશે ઇન્ટરનેટ, લાખો યુઝર્સને આવી રહી છે આ સમસ્યા

Bansari

માઇભક્તો માટે સારા સમાચાર / સવારથી લઇને રાતના આટલાં વાગ્યા સુધી ખુલ્લું રહેશે અંબાજી મંદિર, ભક્તોનું કીડિયારું ઉભરાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!